- પાકિસ્તાનમાં ટૂંક સમયમાં સામાન્ય ચૂંટણીઓ યોજાશે
- બલૂચિસ્તાન પ્રાંતમાં ફરી એકવાર વિરોધની આગ ભભૂકી
- છેલ્લા ઘણા વર્ષોથી લૂચિસ્તાન અલગ કરવાની માંગ
પાકિસ્તાનમાં ટૂંક સમયમાં સામાન્ય ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે, પરંતુ તે પહેલા બલૂચિસ્તાન પ્રાંતમાં ફરી એકવાર વિરોધની આગ ભભૂકી ઉઠી છે. હજારો બલોચ રસ્તા પર ઉતરી આવ્યા છે અને પાકિસ્તાન સરકાર સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. દેખાવકારોનો આરોપ છે કે પાકિસ્તાની સેનાએ પહેલા ઘણા બલોચ લોકોનું અપહરણ કર્યું અને પછી તેમના પર એટલો અત્યાચાર કર્યો કે તેઓ મોતને ભેટ્યા છે.
પાકિસ્તાન સેનાના ત્રાસથી ઘણા બલોચના મોત બાદ સમગ્ર પ્રાંત રસ્તા પર આવી ગયો છે અને ઈસ્લામાબાદના અત્યાચારથી કંટાળીને યુદ્ધ શરૂ કરી દીધું છે. શુક્રવારે 1600 કિલોમીટર લાંબી પદયાત્રા કાઢવામાં આવી હતી. આ દરમિયાન પાકિસ્તાનની વર્તમાન સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા. હજારો વિરોધ પ્રદર્શન કરનારાઓએ પાકિસ્તાની સેના સામે ઝેર ઓક્યું છે.
છેલ્લા ઘણા સમયથી લૂચિસ્તાન અલગ કરવાની માંગ
પાકિસ્તાનમાં છેલ્લા ઘણા દાયકાઓથી અલગ બલૂચિસ્તાનની માંગ ઉઠી રહી છે. બલૂચિસ્તાનમાં રહેતા લોકો પાકિસ્તાનથી અલગ થવાની માંગ કરી રહ્યા છે. હવે ફરી એક વખત તણખો ઉભો થતાં મામલો વધુ ગરમાયો છે. બલૂચ નેતાઓએ આંતરરાષ્ટ્રીય નેતાઓ પાસેથી પણ મદદ માંગી છે. બલૂચ નેતાઓનું કહેવું છે કે તેઓ પાકિસ્તાનમાં રહેવા માંગતા નથી. તેઓ કોઈપણ રીતે પાકિસ્તાનથી આઝાદી ઈચ્છે છે.
લૂચિસ્તાનીઓની નારાજગી પાછળ આ કારણ
બલૂચ નેતાઓના આ ગુસ્સા પાછળ અન્ય ઘણા કારણો છે જેના કારણે તેઓ પાકિસ્તાનથી અલગ થવાની માંગ કરી રહ્યા છે. પાકિસ્તાનના માનવાધિકાર આયોગ દ્વારા 2019માં એક રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો હતો, જે મુજબ 47 હજાર બલોચ અને 35 હજાર પશ્તુન ગુમ છે. PANKના 2022 ના વાર્ષિક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે પાકિસ્તાની સેનાએ બલૂચિસ્તાનમાં 195 લોકોની હત્યા કરી હતી જ્યારે 629 લોકો ગુમ થયા હતા. પેન્ક એ બલૂચ નેશનલ મૂવમેન્ટનો માનવાધિકાર વિભાગ છે.
બલૂચિસ્તાનમાં ઉગ્રવાદીઓનો ત્રાસ વધ્યો
છેલ્લા બે દાયકાથી બલૂચિસ્તાન હિંસક વિદ્રોહની પકડમાં છે. અબજો ડોલરના ચાઇના-પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોરની શરૂઆત બાદ પ્રાંતમાં આતંકવાદ વધુ તીવ્ર બન્યો હતો. જેમાં ત્યાં રહેતા લોકો હાલાકી ભોગવી રહ્યા છે. પાકિસ્તાનની અંદર ચાલી રહેલા આ વિરોધ પર ત્યાંના લોકોએ પણ ખુલીને બોલવાનું શરૂ કરી દીધું છે. ચાલો જાણીએ બલૂચિસ્તાન પર તેમનો શું અભિપ્રાય છે.
- પાકિસ્તાનની સમસ્યા માત્ર બલૂચિસ્તાનની નથી પરંતુ બીજા અલગ દેશની માંગ પણ છે.
- હવે સિંધ પ્રાંતને અલગ દેશ જાહેર કરવાની માંગ તેજ બની છે અને આ માટે લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે.
- પાકિસ્તાન પર સિંધી સમુદાય પર અત્યાચાર કરવાનો આરોપ છે, નોકરી અને અન્ય સુવિધાઓમાં ભેદભાવનો આરોપ છે.
- સિંધના ઘણા રાષ્ટ્રવાદી પક્ષો પણ અલગ દેશ માટેના અભિયાન સાથે ઉભા છે.
- પાકિસ્તાનમાં આજથી નહીં પરંતુ 1967થી સિંધુદેશ આંદોલન ચાલી રહ્યું છે
- સિંધ પ્રાંતને પાકિસ્તાનનો અનાજનો ટોપલો કહેવામાં આવે છે. પાકિસ્તાન પાણી માટે આ પ્રાંત પર નિર્ભર છે.


