- ઘાટલોડિયા વિસ્તારમાં હવામાં ફાયરિંગની ઘટના બની હતી
- માતા શીવદેવીનું 7 તારીખે મુત્યુ બાદ ભાઈઓ બાખડ્યાં હતા
- મિલકતના ઝઘડામાં નાના ભાઈને જેલની હવા ખાવાનો વારો
આજે લોહીના સંબંધ કરતાં મિલકતની કિંમત વધી ગઈ છે. એક ભાઈએ મિલકત માટે તેના સગા ભાઈ પર ફાયરિંગ કર્યું હતું. તેની માતાના બેસણામાં જ બે સગા ભાઈઓ મિલકતને લઈને બાખડયા હતા. એક ભાઈએ હવામાં ફાયરીગ કરીને ધમકી આપતાં ઘાટલોડિયા પોલીસે તેની વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરી હતી.
ઘાટલોડિયા વિસ્તારમાં હવામાં ફાયરિંગની ઘટના બની
ઘટનાની મળતી માહિતી મુજબ, અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં હવામાં ફાયરિંગની ઘટના બની હતી. આ ઘટના અંગે પોલીસને જાણ થતાં પોલીસે આરોપી પ્રવેન્દ્ર માહુરે તેના મોટા ભાઈ ગજેન્દ્ર પર હવામાં ફાયરિંગ કર્યું હતું. માતાના અવસાનના બે દિવસમાં જ મિલકતને લઈને ભાઈઓ વચ્ચે ઝઘડો શરૂ થયો હતો. જેમાં આરોપીની માતા શિવદેવી નારણપુરા અમી એપાર્ટમેન્ટમાં રહે છે અને તેમના ત્રણ પુત્રો છે, જેમાં સૌથી નાનો પુત્ર માનસિક બીમાર છે.
માતા શીવદેવીનું 7 તારીખના રોજ મુત્યુ થયું
જો કે, બે પુત્રો અલગ અલગ રહે છે અને વ્યવસાય કરે છે. ત્યારે માતા શીવદેવીનું 7 તારીખના રોજ મુત્યુ થયું હતું અને 8 મી ફ્રેબુઆરીનાં રોજ તેમની માતાનું બેસણામાં બે ભાઈઓ મિલકતને લઈને બાખડયાં અને મોડી રાત્રે નાનો ભાઈ પ્રવેન્દ્ર પોતાની પત્ની ભાવના સાથે આવ્યો હતો અને ગજેન્દ્ર સાથે મિલકત બાબતે બોલાચાલી કરી અને ભાઈને ધમકવા માટે હવામાં ફાયરિંગ કર્યું હતું.
પોલીસે પ્રવેન્દ્ર માહુરની ધરપકડ કરીને રિવોલ્વર કબજે લીધી
પોલીસે પ્રવેન્દ્ર માહુરની ધરપકડ કરીને રિવોલ્વર કબજે લીધી છે. જો કે, આરોપી પ્રવેન્દ્ર મૂળ યુપીનો છે અને અમદાવાદમાં એલ્યુમિનિયમ સેક્શનનો વ્યવસાય કરે છે અને પોતે વર્ષ 2010માં લાઇસન્સ વાળી રિવોલ્વર મેળવી હતી. જ્યારે આરોપીની પૂછપરછ કરતાં સામે આવ્યું કે, ઘર તેની માતાના નામે હતુ અને મિલકતના ભાગને લઈ ચર્ચા કરી રહ્યાં હતાં, ત્યારે મોટા ભાઈ ગજેન્દ્રએ નાના ભાઈ પ્રવેન્દ્રને મિલકતનો ભાગ નહીં આપે તેવું લાગતાં જ તેને ડરાવવા ફાયરિંગ કર્યું હોવાની કબૂલાત કરી છે. ત્યારે પોલીસે રિવોલ્વર સાથે બે કારતૂસ પણ કબજે લીધા છે.
મિલકતના ઝઘડામાં નાના ભાઈને જેલની હવા ખાવાનો વારો આવ્યો
પોલીસે લાઇસન્સ વાળી રિવોલ્વરનું લાયસન્સ રદ્દ કરવા માટે કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે મિલકતના ઝઘડામાં નાના ભાઈને જેલની હવા ખાવાનો વારો આવ્યો છે. હાલ પોલીસે આરોપી ધરપકડ કરી રિમાન્ડ મેળવી વધુ તપાસ શરૂ કરી છે.


