By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પરિશ્રમ વિના મળેલ પૈસો ક્યારેય ટકતો નથી
    પરિશ્રમ વિના મળેલ પૈસો ક્યારેય ટકતો નથી
    2 weeks ago
    સૌભાગ્ય સુંદરી વ્રત : અખંડ સૌભાગ્ય અને સૌંદર્યનું વ્રત
    સૌભાગ્ય સુંદરી વ્રત : અખંડ સૌભાગ્ય અને સૌંદર્યનું વ્રત
    2 weeks ago
    દુર્યોધનનું દ્રોણાચાર્ય પાસે જાતે જવું યોગ્ય જ હતું!
    દુર્યોધનનું દ્રોણાચાર્ય પાસે જાતે જવું યોગ્ય જ હતું!
    2 weeks ago
    એક હાથમાં કૃપાણ બીજા હાથમાં સ્ત્રીનું માથું
    એક હાથમાં કૃપાણ બીજા હાથમાં સ્ત્રીનું માથું
    2 weeks ago
    ઉજ્જૈનના ચિંતામન ગણેશજીના મંદિરમાં ભક્તો ઊંધો સ્વસ્તિક બનાવે છે!
    ઉજ્જૈનના ચિંતામન ગણેશજીના મંદિરમાં ભક્તો ઊંધો સ્વસ્તિક બનાવે છે!
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    IPL 2026 Auction : ઇન્ડિયન પ્રીમિયર લીગનું BCCI આયોજન કરે છે, તો ભારત બહાર અબુધાબીમાં કેમ થઈ રહ્યું છે IPLનું Auction
    IPL 2026 Auction : ઇન્ડિયન પ્રીમિયર લીગનું BCCI આયોજન કરે છે, તો ભારત બહાર અબુધાબીમાં કેમ થઈ રહ્યું છે IPLનું Auction
    17 minutes ago
    Venkatesh Iyer: IPL Auction પહેલા જ વેંકટેશ અય્યરે કર્યો ધમાકો, SMAT માં રમી શાનદાર ઇનિંગ્સ
    Venkatesh Iyer: IPL Auction પહેલા જ વેંકટેશ અય્યરે કર્યો ધમાકો, SMAT માં રમી શાનદાર ઇનિંગ્સ
    1 hour ago
    IPL Auction 2026 Live : આ 5  જાણીતા યુવા ખેલાડીઓ પર થઈ શકે છે કરોડો રૂપિયાનો વરસાદ
    IPL Auction 2026 Live : આ 5 જાણીતા યુવા ખેલાડીઓ પર થઈ શકે છે કરોડો રૂપિયાનો વરસાદ
    2 hours ago
    IPL 2026 Auction : મીની ઓક્શનને લઈને ખેલાડીઓમાં રોમાંચ, જાણો IPLની Inside Story
    IPL 2026 Auction : મીની ઓક્શનને લઈને ખેલાડીઓમાં રોમાંચ, જાણો IPLની Inside Story
    4 hours ago
    IPL 2026 મીની ઓકશનમાં 10 ટીમો 77 ખેલાડીઓ માટે લગાવશે બોલી, આ યુવા ખેલાડીઓનું ચમકશે નસીબ, જાણો ભારતના કયા ખેલાડીઓ છે સામેલ
    IPL 2026 મીની ઓકશનમાં 10 ટીમો 77 ખેલાડીઓ માટે લગાવશે બોલી, આ યુવા ખેલાડીઓનું ચમકશે નસીબ, જાણો ભારતના કયા ખેલાડીઓ છે સામેલ
    5 hours ago
  • EpaperEpaperEpaper
Reading: ટી.આર.પી કાંડ બાદ ભાજપનો ટી.આર.પી. સતત ઘટી રહયો છે
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
બિટવિન ધ લાઇન્સ - સુનિલ જોશી

ટી.આર.પી કાંડ બાદ ભાજપનો ટી.આર.પી. સતત ઘટી રહયો છે

agragujaratnews
Last updated: 2024/07/11 at 7:49 PM
1 year ago
Share
ટી.આર.પી કાંડ બાદ ભાજપનો ટી.આર.પી. સતત ઘટી રહયો છે
SHARE

આગકાંડ પીડિતોની  મુખ્યમંત્રી સમક્ષ મુલાકાત કરાવી પરંતુ આભાસી રહી :પડે છે ત્યારે સઘળુ પડે છે જેવી કુદરતી ઘટનાઓ ભાજપ વિરૂધ્ધ જઇ રહી છે

ભારતિય જનતા પાર્ટનું કોઇ ઇતિહાસકાર રાઇઝ એન્ડ ફોલ વિશ્લેષણ કરે તો તેમણ ટર્નીંગ પોઇન્ટ તરીકે અથવા મીડ પોઇન્ટ તરીકે ટી.આર.પી. આગ કાંડને લેવો પડે. રપ મે પહેલાંનું ભાજપ અને રપ મે ર૦ર૪ બાદનું ભાજપ.રાજકોટ સૌરાષ્ટ્રની વાત છે ત્યાં સુધી તો આ મુદો જ છે.પ્રિ-ટી.આર.પી. આગ કાંડ પોસ્ટ ટી.આર.પી. આગ કાંડ. ભાજના અગાઉના તમામ સદ્કાર્યો ટી.આર.પી. કાંડે ધોઇ નાંખ્યા છે. સામે લોકોએ હિન્દુત્વ અને રાષ્ટ્રવાદના મુદે વડાપ્રધાન અને સ્થાનિક રાજકારણીઓને અલગ અલગ દ્રષ્ટિકોણથી જોઇ સ્થાનિક નેતાઓના કૌંભાંડો,અહંકાર,બિનકાર્યક્ષમતા,ગંદા રાજકારણ, જૂથવાદ વગેરેને માફ કર્યા હતાં તે બધું જ હવે બાઉન્સ બેક થઇ રહયુ છે.

ગઇ કાલની જ વાત કરીએ ગઇ કાલે શહેર ભાજપના નેતાઓ ત્રણ ધારાસભ્યો વગેરે ટી.આર.પી. કાંડના ર૪ પીડિત પરિવારોને ગુપચુપ રાજકોટથી ગાંધીનગર લઇ ગયા. મુખ્યમંત્રી સાથે મુલાકાત કરાવી.મુલાકાત બાદ ભાજપના સૂત્રો તરફથી મિડિયાને એવી જાણ કરવામાં આવી કે મુલાકાત ખુબ જ સંતોષકારક રહી છે. પીડિતોએ મુખ્યમંત્રી સમક્ષ પાંચ મુદા મૂકયા હતાં. જેમાં મોટા ભાગના મુદાએ મુખ્યમંત્રીએ સહાનુભૂતિ દર્શાવી છે. વગેરે વગેરે. પણ બેઠકમાંથી કોઇ નકકર નિષ્કર્ષ ન આવ્યો. અગાઉ ક્ષત્રિય આંદોલન સમયે મધરાતે મુખ્યમંત્રી સાથે ક્ષત્રિય આગેવાનોની મીટીંગ થઇ હતી. એ યાદ આવી ગઇ.

મુખ્યમંત્રીને મળીને આગકાંડના પીડિત પરિવારોમાંથી બે થી વધુ પરિવાર જેમા એક અનિરુધ્ધસિંહ જાડેજા હતાં. તેમણે ગાંધીનગરમા મિડિયા સમક્ષ ઓન કેમેરા કહયુ કે કોઇ સમાધાન થયુ નથી. કોઇ નકકર વાત બની નથી. તેમણે ૧ર મુદ્દા મૂકયા તેની પૂનરોકતી કરવી નથી. એ જાહેર છે.પરંતુ પીડિતોએ તેમના વહાલસોયા ગુમાવ્યા છે. તેમને આ ગૂનામાં બેદરકારી દાખવાનાર મનપાના તત્કાલીન કમિશ્નરથી તત્કાલીન પોલીસ કમિશ્નર સામે માત્ર ટ્રાન્સફરના પગલાં લેવાયા કોઇ કેસ નથી થયો તે ભ્રામક લાગે છે. ચાર ચાર સમિતિ કોઇ પરિણામ નથી લાવી શકી તે અસંતોષ અને અવિશ્વાસ પીડિતોના પરિવારમાં એટલો જ છે. પીડિત પરિવારને આઉટસોર્સીંગની નોકરી કે વધુ થોડા લાખ રૂપિયાની સહાય નથી જોઇતી. ભાજપના નેતાઓ એ બાબત ન સમજી શકે એટલા નાદાન નથી. સાથે સાથે સંવેદનશીલતા પણ ગુમાવી બેઠા છે.

તેમણે પીડિતની જગ્યાએ પોતાના સંતાનો જોવા જોઇએ. પોતાના સંતાનોના મૃત્યુતોલ-મોલ-બોલ ન થાય. આ રાજકારણ નથી.જીવન છે. લોહિ અને પસીનાથી સિંચેલું જીવન.તમારા પરિવારનો બાગ કોઇ ઉજાળી જાય તો જ આ દુ:ખની ખબર પડે.પથારીમાં પડેલી અડધી જાગતી અડધી તંદ્રામાં સરી પડેલી માતાને જ્યારે દિકરો બારણુ ખખડાવતો હોય અને ઝબકીને જાગી જાય. બારણુ ખોલવા દોડી જાય અને વાસ્તવિકતા જયારે ટકોરા દયે ત્યારે સમયની બારીએથી કાળી રાતનો તડકો વેઠવો પડે એ સ્થીતિ દિવંગતોની માતાઓ અને પરિવારજનો જ જાણે.

સરકારે ,ભાજપે હવે પસ્તાવાનું વિપુલ ઝરણુ વહે એ દિશામાં વિચારવું પડશે. દોઢ મહિનામાં આગકાંડના પીડિતોના પરિવારજનોને ખાતરી થાય કે સરકાર આપણી સાથે છે. ભ સરકાર  આપણી સાથે છે એવી કોઇ પ્રતિતિજનક બાબતો ફળસ્વરૂપે નથી આવી. કદાચ સરકાર પાછલા બનાવોમાં થોડા દિવસોના પ્રત્યાઘાત શમી ગયા બાદ રાબેતાની સ્થીતિની રાહ જોઇ રહી છે. પરંતુ ટી.આર.પી કાંડ બાદ સરકારના અને ભાજપના તમામ બનાવો ઉપર પ્રજાની આંખનો કેમેરો ફરવા માડયો છે. લોકો ટી.આર.પી.કાંડની ભાજપની નિયત અને પાછળની ઘટનાઓના સહસબંધ જોડી ભાજપની આખી છબી જોઇ રહયા છે. તેમણે ભાજપના વચનોથી જે છબી કલ્પી હતી તે ધુમીલ થઇ રહી છે.

આગકાંડની એક ઘટના નહિ શ્રેણીબધ્ધ ઘટનાઓ અત્યારે જ સામે આવવા માંડી છે. ડ્રગમાં ગુજરાત પંજાબ જેવુ બની રહયુ છે. ગુજરાતનો દરિયાકાંઠો માછલાઓ કરતાં ડ્રગના પેકેટોથી વધુ ઉભરાઇ રહયો છેઆગ,લૂંટ,બળાત્કાર,બેરોજગારી,દારૂબંધી,ભ્રષ્ટાચાર વગેરેમાં આ ઘટના બાદ પણ કોઇ ફેરફાર નથી થઇ રહયો. અધિકારીઓની તાનાશાહી વધી છે. રાજકોટના વેપાર ઉદ્યોગની કેડ ભાંગી નાંખવામાં આવી છે. ગઇ કાલે હોટલ,રેસ્ટોરન્ટ,પાર્ટીપ્લોટ,શોપીંગ મોલ,લારી ગલ્લાવાળાઓએ આંદોલન કર્યુ. તેમની મુખ્ય ફરિયાદ કાયદાનો અમલ કરાવી અને રોજગારી ચાલુ કરાવવાની છે. પરંતુ અધિકારીઓ જીદે ભરાયા છે. સાગઠિયા એન્ડ કંપનીની સજા પ્રજાને દઇ રહયા છે.અધુરામાં પુરુ જે તામજામથી હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટનું ઉદઘાટન કર્યુ હતું તેમાંથી હવે ઇન્ટરનેશનલ સેવા કાઢી નાંખવામાં આવી છે. રાજકોટ સૌરાષ્ટ્ર સાથે મોટો ફ્રોડ થયો છે. વચનભંગ થયો છે. એઇમ્સ પણ નામ બડે અને દર્શન ખોટે જેવી સાબિત થાય છે.એઇમ્સમાં ગયેલા દર્દઓમાંથી અનેકને સિવિલ હોસ્પિટલમાં અથવા અન્ય જગ્યાએ ધકેલી દેવાતાં હોવાની ફરિયાદ છે. અધિકારીઓ અને  તંત્ર ભાજપના હાથમાં નથી રહયુ.  ભાજપના નેતાઓ ભયભીત છે. કોઇ આ મામલામાં આગળ આવી રસ્તો કાઢવાની નૈતિક હિંમત ગુમાવી બેઠા છે. અનિર્ણાયકતાની સ્થીતિ હવે લંબાઇ ગઇ છે. કહેવાતાં નેતાઓ મિડિયા અને પ્રજાથી ઓઝલ થવા માંડયા છે. ભ્રષ્ટાચારમાં લથબથ નેતાઓને એક જ ડર છે કે હાલમાં બહાર આવીએ તો કયાંક અડફેટે ચડી જવાય.

પ્રજા આ બધું જોઇ રહી છે. ચા ની લારીએ, પાનના ગલ્લાએ ,સોસાયટીની ઓટલાં પરિષદોમાં,સામાજીક મેળવાડામાં સોશિયલ મિડીયામાં બળાપો કાઢી રહી છે. જેટલો વિલંબ સિસ્ટમ સુધારણામાં ભાજપ કરશે તેટલું વધુ નુકશાન  ભાજપ અને ગુજરાત સરકારને છે.ટી.આર.પી. આગ કાંડે ભાજપનો ટી.આર.પી.(ટીવી દર્શકોની સંખ્યાનો માપદંડ ટેલિવિઝન રેટીંગ પોઇન્ટ) ઘટાડયો છે.

 

You Might Also Like

રાજકોટનું ગૌરવ : ટોપ ટેન વેલ્થ ક્રિએટર

શંકરસિંહ ભાજપનું ટ્રમ્પ કાર્ડ બનશે ?

લેટરલ એન્ટ્રી વિવાદ શું છે ?

આપણે વિશ્વ ગુરુ બનવું છે,પણ શહેરની ટ્રાફિક જામની સમશ્યા પણ હલ નથી કરી શકતાં!

મહારાષ્ટ્ર,છતીસગઢમાં ચૂંટણી જાહેર ન કરી ચૂંટણી પંચે કોની ફેવર કરી ?

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Flashback 2025 : ટેસ્ટ ફોર્મેટમાં કેવું રહ્યું ટીમ ઈન્ડિયા માટે આ વર્ષ?
સ્પોર્ટ્સ

Flashback 2025 : ટેસ્ટ ફોર્મેટમાં કેવું રહ્યું ટીમ ઈન્ડિયા માટે આ વર્ષ?

AgraGujarat Rajkot By AgraGujarat Rajkot 4 days ago
Kachchh News : ગઢશીશા પાસે 3.9 ની તીવ્રતાનો ભૂકંપ નોંધાતાં લોકોમાં ફફડાટ, ફોલ્ટ લાઇનના ટ્રાઈ જંક્શન પર ઘણા વર્ષો બાદ પહેલીવાર ભૂકંપ નોંધાયો
Ahmedabad News : આણંદ ધર્માંતરણ કેસ, પુખ્ત વયની દીકરીના નિર્ણય સામે હાઈકોર્ટનો સપોર્ટ, પિતાની અરજી ના-મંજૂર
Delhi : નોટબંધીની જૂની નોટોનો ₹3.5 કરોડનો જથ્થો મળ્યો, 4 આરોપી પકડાયા
Virat Kohliને 15 વર્ષ પછી આ ટીમમાં મળી એન્ટ્રી,રોહિત-પંત પણ રમશે
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?