- વર્લ્ડકપ બાદ ઈંગ્લેન્ડનો સ્ટાર ખેલાડી લેશે સંન્યાસ
- ડેવિડ મલાને સંન્યાસ લેવાનો સંકેત આપ્યો
- પાકિસ્તાન વિરુદ્ધ મેચ પહેલાં પોતાની છેલ્લી વર્લ્ડકપ હોવાનું કહ્યું
ICC વર્લ્ડકપ 2023 તેના અંતિમ તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. ત્રણ ટીમો સેમીફાઇનલમાં પ્રવેશી ચૂકી છે. ચોથા સ્થાન માટે આજે ચિત્ર સ્પષ્ટ થઈ જશે. ઈંગ્લેન્ડ અને પાકિસ્તાનની મેચ બાદ સેમીફાઈનલની ચાર ટીમો કન્ફર્મ થઈ જશે. આ રોમાંચક ક્ષણ વચ્ચે એક મોટા ખેલાડીએ સંન્યાસની જાહેરાત કરી છે.
સંન્યાસની જાહેરાતથી ખળભળાટ
ICC વર્લ્ડકપ 2023ની 44મી મેચ પાકિસ્તાન અને ઈંગ્લેન્ડ વચ્ચે કોલકાતાના ઈડન ગાર્ડન્સ મેદાન પર રમાઈ રહી છે. આ મેચ પહેલા ઈંગ્લેન્ડના સ્ટાર ખેલાડી ડેવિડ માલાને સંન્યાસની જાહેરાત કરી છે. ડેવિડ માલાને પાકિસ્તાન વિરૂદ્ધ મેચ રમતા પહેલા મોટું નિવેદન આપ્યું છે. તેણે વર્લ્ડકપ બાદ નિવૃત્તિ લેવાનો સંકેત આપ્યો હતો. પાકિસ્તાન સામેની મેચને લઈને મલાને કહ્યું કે, આ તેની છેલ્લી મેચ પણ હોઈ શકે છે. આ સમાચારથી ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમમાં હલચલ વધી ગઈ છે. મલાન એક સ્ટાર ખેલાડી છે, તે બોલ અને બેટ બંનેથી કમાલ કરી શકે છે.
વર્લ્ડ ચેમ્પિયનની સ્થિતિ દયનીય
ઉલ્લેખનીય છે કે, ઈંગ્લેન્ડ આ વર્લ્ડકપમાંથી પહેલા જ બહાર થઈ ગયું છે. ગત વખતની વર્લ્ડચેમ્પિયન ટીમ આ વર્ષે સેમીફાઈનલમાં પણ જગ્યા બનાવી શકી નથી. ઈંગ્લેન્ડે અત્યાર સુધી રમાયેલી કુલ 8 મેચમાંથી માત્ર 2 જ જીતી છે. તે વર્લ્ડકપ પોઈન્ટ ટેબલમાં છઠ્ઠા ક્રમે છે. ઈંગ્લેન્ડ આજે તેની આગામી મેચ પાકિસ્તાન સામે રમી રહ્યું છે. હવે એ જોવાનું દિલચસ્પ રહેશે કે, ઈંગ્લેન્ડ જીત સાથે સ્વદેશ પરત ફરશે કે પાકિસ્તાનને જીતની ભેટ આપશે.


