- બે દિવસ બાદ રાજ્યમાં ઠંડીનો થઈ શકે છે અનુભવ
- તાપમાનમાં 2 ડિગ્રી કરતા વધુ આવી શકે છે ઘટાડો
- દિવસ દરમિયાન 35 ડિગ્રી આસપાસ રહેશે તાપમાન
રાજ્યમાં હજુ બે દિવસ પછી ઠંડી પડશે. જેમાં બે દિવસ બાદ રાજ્યમાં ઠંડીનો અનુભવ થઈ શકે છે. તેમાં તાપમાનમાં 2 ડિગ્રી કરતા વધુ ઘટાડો આવી શકે છે. દિવસ દરમિયાન 35 ડિગ્રી આસપાસ તાપમાન રહેશે. તેમજ રાત્રે 20 ડિગ્રી આસપાસ તાપમાન રહી શકે છે.
સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે
ડિસેમ્બર અંતમાં ઠંડીનો ખરો અનુભવ થશે. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે. ત્યારે આગામી દિવસોના વાતાવરણ અંગે વિભાગની આગાહી છે. તેમાં બે દિવસ બાદ રાજ્યવાસીઓને ઠંડીનો અનુભવ થઈ શકે છે. બે દિવસ બાદ તાપમાનમાં 2 ડિગ્રી કરતા વધુ ઘટાડો આવી શકે છે. કેટલાક સ્થળો પર વાદળછાયુ વાતાવરણ રહી શકે છે. તથા દિવસ અને રાત્રી દરમિયાન તાપમાનમાં કોઈ વધુ ફેરફાર થશે નહિ. તેમજ બે ડિગ્રી જેટલું તાપમાન અપ એન્ડ ડાઉન રહી શકે છે.
ડિસેમ્બર અંતમાં કડકડતી ઠંડીનો અનુભવ થશે
દિવસ દરમિયાન 35 ડિગ્રી આસપાસ અને રાત્રે 20 ડિગ્રી આસપાસ તાપમાન રહી શકે છે. ડિસેમ્બર અંતમાં કડકડતી ઠંડીનો અનુભવ થશે. હાલ કોઈ સિસ્ટમ ગુજરાતને લઈને સક્રિય નથી. લોકલ ક્લાઉડ એક્ટિવિટીના કારણે છેલ્લા બે દિવસમાં રાજ્યમાં કેટલાક સ્થળો વરસાદી માહોલ રહ્યો છે. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે. રાજ્યમાં ગઇકાલે ગાંધીનગર સૌથી ઠંડુ શહેર રહ્યું હતુ. દિવાળીના તહેવારનો સમય છે અને આ વખતે દિવાળીમાં મેઘરાજા તહેવારની મજા બગાડી શકે તેવા એંધાણ છે. હવામાન વિભાગે એવી આગાહી કરી છે કે આગામી 24 કલાકમાં ગુજરાતના અલગ અલગ ભાગોમાં વરસાદ પડી શકે છે.


