- વેસુના મિની ગોવામાં બની આત્મહત્યાની ઘટના
- યુવકોની પ્રેમિકાઓએ પણ આ જ સ્થળે કરી હતી આત્મહત્યા
- પરિવારે લગ્ન ના કરાવતા કરી આત્મહત્યા
આપઘાતની વિવિધ ઘટનાઓ સામે આવી રહી છે. જેમાં સુરતમાં બે યુવતીઓએ ગળે ફાંસો ખાઇ આપઘાત કર્યો હતો ત્યાં આજે બે યુવકોએ ગળે ફાંસો ખાઈ જીવ ટૂંકાવ્યો હોવાની ઘટના સામે આવી છે. આ ઘટના પછી પરિવાર સહિત સૌ કોઈ ચોંકી ગયા છે. તેમજ ઘટનાની જાણ થતાં પોલીસે તપાસ હાથ ધરી છે.
આ અંગેની માહિતી અનુસાર, સુરતમાં બે દિવસ અગાઉ 20 વર્ષીય નિલમ રાજેશ વર્મા અને તેની 18 વર્ષીય પિતરાઇ બહેન રોશની રાકેશ વર્માએ ગળે ફાંસો ખાઇ આપઘાત કર્યો હતો. બંને યુવતીઓ સફાઈ કામ કરી પરિવારને મદદરૂપ થતી હતી. જે પછી સેકન્ડ વીઆઇપી રોડ ફૂડ કોર્ટ પાસે ઝાડ સાથે બંને યુવતીના મૃતદેહ ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળ્યા હતા. ત્યાં વળી આજે એ જ જગ્યા ઉપર બે યુવકોના મૃતદેહ મળી આવ્યા હતા.
જ્યારે આ અંગે તપાસ કરતાં પ્રાથમિક માહિતીમાં જાણવા મળ્યું છેકે, . બંને યુવકો બે દિવસ અગાઉ આપઘાત કરનાર બંને યુવતીના પ્રેમી હોવાનું હાલ જાણવા મળ્યું છે. હાલ આ મામલે તપાસ હાથ ધરવામાં આવી રહી છે. જેમાં પણ બંને આત્મહત્યા પાછળના કારણની પણ તપાસ કરવામાં આવી રહી છે.
ઘટના અંગે એસીપી ઝેડ. આર. દેસાઈએ જણાવ્યું હતું કે, સવારે 8 વાગ્યે અલથાણ પોલીસ સ્ટેશનમાં પીસીઆરને કોલ મળ્યો હતો કે, ભગવાન મહાવીર કોલેજ પાસે બે યુવકોના મૃતદેહ ઝાડ પર લટકી રહ્યા છે. જેથી પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ કરતા યુવકોની ઓળખ નરેન્દ્ર અને પુષ્કર હોવાનું માલુમ પડ્યું હતું. બંને યુવકોના મૃતદેહ પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.


