- ખરાબ રસ્તાથી લોકો-વેપારીઓ પરેશાન હતા
- આંતરિક માર્ગોનું નવીનીકરણ પૂર્ણતાના આરે છે
- દિવસ દરમિયાન હજારો લોકોની અવરજવર રહે છે
સેક્ટર-16માં આંતરિક માર્ગોનું નવીનીકરણ પૂર્ણતાના આરે છે. સેક્ટર-16 ખાતે આંતરિક માર્ગો લાંબા સમયથી બિસ્માર થયેલા હતા. ત્યારે વર્ષોથી બિસ્માર બનેલા રસ્તાઓ પર ડામર પથરાયો છે. સેક્ટર-16 કોમર્શિયલ વિસ્તારમાં વિવિધ બેંકો, હોટેલ્સ, થિયેટર, ખાનગી ઓફીસો, ક્લાસિસ સહિતના એકમો આવેલા છે. જ્યાં દિવસ દરમિયાન હજારો લોકોની અવરજવર રહે છે. આ ઉપરાંત ફૂડ કોર્ટમાં પણ દૈનિક ઘણા લોકોની અવરજવર રહે છે. ખરાબ રસ્તાઓને પગલે નાગરિકો અને સ્થાનિકો વેપારીઓ બંનેને પરેશાનીનો સામનો કરવો પડતો હતો. જોકે હવે સેક્ટર-16ના આંતરિક માર્ગો ઉપર ડામર પાથરવામાં આવતા વાહન ચાલકોની મુશ્કેલીઓ ઘટી છે. ખાસ કરીને રસ્તા પર પડેલા ખાડાઓને પગલે વાહનો પછડાવાથી લઈને ટુ વ્હીલર પડી જવાની ઘટનાઓ બની હતી. ત્યારે રસ્તા નવા કરવામાં આવતા સ્થાનિકો વેપારીઓને પણ રાહત થઈ છે.


