- રાજકોટની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ
- બ્રેઈન સ્ટોક આવતા સારવાર અર્થે ખસેડાયા
- હાલ રાઘવજી સિનર્જી હોસ્પિટલમાં ICUમાં દાખલ
કૃષિ મંત્રી રાઘવજી પટેલની તબિયત લથડી છે. જેમાં રાજકોટની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. તેમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલને બ્રેઈન સ્ટોક આવતા સારવાર અર્થે ખસેડાયા છે. હાલ રાઘવજી સિનર્જી હોસ્પિટલમાં ICUમાં દાખલ છે. તથા કૃષિમંત્રીની તબિયત હાલ સ્થિર છે.
રાજકોટની સિનર્જી હોસ્પિટલમાં ICUમાં સારવાર હેઠળ
રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલને બ્રેઈન સ્ટ્રોક આવ્યો છે. જેમાં રાજકોટની સિનર્જી હોસ્પિટલમાં ICUમાં સારવાર હેઠળ છે. તેમાં રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલની જામનગરમાં કાર્યક્રમ દરમિયાન તબિયત લથડી હતી. રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલને માઈનોર બ્રેઈન સ્ટ્રોક આવ્યો છે. જેથી તેઓને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યાં છે. હાલ તેઓ આઈસીયુમાં સારવાર હેઠળ છે. મુખ્યમંત્રી સતત સંપર્કમાં છે. જામનગરના પસાયા બેરાજામાં ‘ગામ ચલો અભિયાન’ કાર્યક્રમમાં હતા તે દરમિયાન રાત્રે તેઓને માઈનોર બ્રેઈન સ્ટ્રોક આવ્યો હતો.
જાણો બ્રેઈન સ્ટ્રોક વિશે
સ્ટ્રોકનો ભોગ કોઈ પણ ઉંમરની વ્યક્તિ બની શકે છે. આજની વ્યસ્ત અને તણાવગ્રસ્ત જીવનશૈલીના કારણે 30 થી 50 વર્ષની વયના લોકોને વધુ અસર થઈ રહી છે. બ્રેન સ્ટ્રોકને બ્રેન એટેક પણ કહેવામાં આવે છે. આ તકલીફમાં મગજમાં લોહીનો પુરવઠો ખોરવાય છે અથવા મગજમાં રહેલી લોહીની નળીઓ ફાટી જાય છે. આ બંને પરિસ્થિતિઓમાં પૂરતો ઓક્સિજન મગજ સુધી પહોંચતો નથી. પરિણામે મગજ યોગ્ય રીતે કામ કરી શકતું નથી. મગજમાં ચેતાના નુકસાનથી પીડાતી વ્યક્તિને તે ચોક્કસ અંગમાં લકવો થઈ શકે છે. ઉદાહરણ તરીકે જો મગજમાં પગનું સંચાલન કરતી ચેતાને નુકસાન થાય છે તો પગ લકવાગ્રસ્ત થઈ શકે છે. આવી જ રીતે હાથ પણ લકવાગ્રસ્ત થઈ શકે છે. આવી સ્થિતિમાં સ્ટ્રોકના લક્ષણોને સમજી અને તેની તાત્કાલિક સારવાર કરવાથી જીવન બચાવી શકાય છે.


