છેલ્લા 2 દિવસથી રાજકોટની સિનર્જી હોસ્પિટલમાં ડૉ.ડોબરિયા અને એઇમ્સના ડૉક્ટરોની સારવાર હેઠળ
રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલને જામનગરના પાસા બેરાજા ગામના ભાજપના એક કાર્યક્રમમાં બેઇન સ્ટ્રોક આવ્યો હતો. જેમાં એમની તબિયત વધુ બગડતા તેમને જામનગરની જીજી હોસ્પિટલ ખસેડાયા હતા પણ તબિયતમાં સુધારો ન થતા તેમને રાજકોટની સિનર્જી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. છેલ્લા 2 દિવસથી કૃષિ મંત્રી રાઘવજી પટેલને સિનર્જી હોસ્પિટલમાં ડૉ.ડોબરિયા અને એઇમ્સના ડૉક્ટરોની હેઠળ સારવાર આપવામાં આવી રહી છે. તેમની તબિયત સ્થિર હોવાનું હાલ તબીબો જણાવી રહ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર રાજયના કૃષિ મંત્રી રાઘવજીભાઇ પટેલ રાત્રે જામનગરના ગ્રામ્ય વિસ્તારમાં ગામ ચલો અભિયાનના એક કાર્યક્રમમાં બેરાજા ગામમાં હાજરી આપી રહ્યા હતા તે દરમિયાન તેમની અચાનક તબિયત લથડી હતી અને તાત્કાલીક અસરથી તેમને સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.
જી.જી.હોસ્પિટલના ડીન સુપ્રિન્ટેન્ડન્ટ તેમજ સમગ્ર તજજ્ઞ તબીબોની ટીમ હાજર થઇ હતી અને તેઓની પ્રાથમિક સારવાર ચાલુ કરી હતી. કૃષિ મંત્રીને માઇનોર બ્રેઇન સ્ટોક આવી ગયો હોવાનું જાહેર થયું હતું. આ સમાચાર મળતાં જ જામનગર શહેર જિલ્લાના ભાજપના અગ્રણીઓ તેમજ રાઘવજીભાઇ પટેલના પુત્ર સહિતના પરિવારજનો સૌ પ્રથમ જીજી હોસ્પિટલમાં દોડી ગયા હતાં.
ત્યારબાદ તબીબોના અભિપ્રાયને ધ્યાને લઇને તેમને મોડી રાત્રે જ વધુ સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જયાં પણ તબીબોની ટીમ મારફતે તેમને સઘન સારવાર ચાલી રહી છે અને હાલ તેમની તબિયત સ્થીર છે. તેમને રાજકોટની હોસ્પિટલમાં ત્રણ દિવસ ઓબ્જર્વેશન હેઠળ રખાશે તેમ તબીબોએ જણાવ્યું હતું.
રાઘવજી પટેલની ખબર અંતર પુછવા માટે રાજયપાલ આચાર્ય દેવવ્રત ઉપરાંત મંત્રી મુળુભાઇ બેરા, ભાનુબેન બાબરીયા, વગેરે પણ હોસ્પિટલે પહોંચ્યા હહતાં. જામનગરના ધારાસભ્ય, ભાજપના અનેક અગ્રણીઓ, રાજકોટના જિલ્લા કલેકટર વગેરે હોસ્પિટલે દોડી ગયા હતાં.