ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ-અમરેલી દ્વારા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો દ્વારા ઉત્પાદિત સ્વચ્છ અને ઝેર મુક્ત પાકો સીધા ગ્રાહકોને ઉપલબ્ધ કરાવવા “અમૃત ખેડૂત બજાર” નું આયોજન કરવામાં આવ્યું છે. આ બજાર સ્થાયી ધોરણે જિલ્લામાં પંચાયત–અમરેલીના પરિસરમાં કાર્યરત રહેશે.
ખેડૂતો કૃષિ ઉત્પાદનો સીધા ગ્રાહકોને વેંચશે
આ “અમૃત ખેડૂત બજાર” દર મહીનાની ૧ અને ૧૫ તારીખે નિયમિત રીતે ભરાશે, જેમાં પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી ખેતી કરતા ખેડૂતો પોતાના તાજા, આરોગ્યપ્રદ, ઝેરમુક્ત અન્ન, શાકભાજી, ફળ તથા અન્ય કૃષિ ઉત્પાદનો સીધા ગ્રાહકોને વેંચશે. પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે, ખેડૂતોને સીધો લાભ મળે અને નાગરિકોને સ્વસ્થ, શુદ્ધ અને પૌષ્ટિક ખાદ્યપદાર્થો મળે, એવા પવિત્ર ઉદ્દેશ્ય સાથે આ “અમૃત ખેડૂત બજાર” કાર્યરત કરવામાં આવ્યું છે.
આ અનોખી લાભદાયી પહેલમાં જોડાવવા અપીલ
અમરેલીવાસી આ “પ્રાકૃતિક સ્ટોલ” ખાતે આવીને સ્વસ્થ જીવન તરફ પહેલ કરે અને ઝેરમુક્ત ખાદ્ય પદાર્થોનો સ્વીકાર કરીને પ્રાકૃતિક ખેતીને મજબૂત બનાવવામાં સહભાગી બને તેવા અનુરોધ સાથે અમરેલી જિલ્લાના તમામ નાગરિકોને હર્ષભેર આ અનોખી લાભદાયી પહેલમાં જોડાવવા અપીલ કરવામાં આવે છે.
આ પણ વાંચોઃ Agriculture News : જંતુનાશકોનું વધતું જોખમ, જેને લઈ આરોગ્ય અને પર્યાવરણ પર સીધો હુમલો


