- પાકિસ્તાની સાથે મળી સટ્ટો રમાડતા દિવ્યાંશુના ત્રણ દિવસના રિમાન્ડ
- વધુ તપાસમાં પાકિસ્તાન અંડરવર્લ્ડના ઊંડા કનેક્શન્સ અને દોરીસંચાર ખૂલવાની શંકા
- આરોપી સટ્ટાના કરોડો રૂપિયા બેંકમાં જમા કરાવવા સંખ્યાબંધ બેંક એકાઉન્ટ ભાડે લેવાયા હતા
અમેરિકામાં ચાલી રહેલા ટી-ટ્વેન્ટી વર્લ્ડ કપની લાઇવ મેચનું ગેરકાયદે સ્ટ્રિમિંગ કરીને લાઇવ પ્રસારણ કરતાં વહેલું પ્રસારણ કરવાના મામલે પકડાયેલા દિવ્યાંશુ ભોગીલાલ પટેલને સેશન્સ કોર્ટે ત્રણ દિવસના પોલીસ રિમાન્ડ પર સોંપવા હુકમ કર્યો છે.
પાકિસ્તાની કેબલ ઓપરેટર સાથે ઊંઝાના દિવ્યાંશુ પટેલ મળીને ક્રિકેટ સટ્ટા બેટિંગ માટે આ કાંડ કરતો હતો અને ગેરકાયદે સ્ટ્રિમિંગની જુદી જુદી વેબસાઇટના ગુજરાતમાં નામાંકિત ફ્લ્મિ સ્ટારના ફેટા સાથે 167 હોર્ડિંગ્સ લગાવીને માર્કેટિંગ કર્યુ હોવાનું તપાસમાં બહાર આવ્યુ છે. આરોપી સટ્ટાના કરોડો રૂપિયા બેંકમાં જમા કરાવવા સંખ્યાબંધ બેંક એકાઉન્ટ ભાડે લેવાયા હતા. ભારત ઉપરાંત કેનેડા અને પાકિસ્તાન તથા દુબઇના બૂકીઓની સીધી સંડોવાયેલાની તપાસ ચાલુ કરી છે.મેચનું ગેરકાયદે સ્ટ્રિમિંગ કરીને લાઇવ પ્રસારણ કરતાં વહેલું પ્રસારણ કરવાના મામલે પકડાયેલા દિવ્યાંશુ ભોગીલાલ પટેલના મેટ્રોપોલિટન કોર્ટે રિમાન્ડ ફગાવી દીધા હતા.જેની સામે સાયબક્રાઈમએ સેશન્સ કોર્ટમાં રિવીઝન અરજી કરી હતી.જેમાં મુખ્ય સરકારી વકીલ સુધીર બ્રહ્મભટ્ટે કોર્ટને જણાવ્યુ હતું કે, સ્ટ્રિમિંગ માટેનું સર્વર મહેસાણા જિલ્લાના ઊંઝામાં રહેતા દિવ્યાંશુ ભોગીલાલ પટેલ તેના મિત્ર હર્ષ મુકેશભાઇ પટેલ સાથે મળી ખરીદીને સ્ટ્રિમિંગ કરતા હતા. પાકિસ્તાનના પંજાબ પ્રાંતનો ડીશ ટીવી ઓપરેટર અઝહર અમીનની સાથે દિવ્યાંશુ પટેલ સીધો સંકળાયેલ છે.
સટ્ટાના રૂપિયાના હવાલા પાડવા માટે જે બેંક એકાઉન્ટની જરૂર પડતી તે ભાડે લેવાનું કામ કરતો હતો. ICC વર્લ્ડ કપ અને ટેનિસ તથા ફૂટબોલની મેચનું પણ તે સ્ટ્રિમિંગ કરાતું હતું. જેથી આરોપીની તપાસ કરવા માટે રિમાન્ડ જરૂરી છે. ત્યારબાદ કોર્ટે આરોપીને ત્રણ દિવસના રિમાન્ડ પર સોંપવા હુકમ કર્યો છે.


