- બીએસસી નર્સિગ સહિતના વિવિધ કોર્સમાં મેરિટ લિસ્ટ જાહેર
- મેરિટમાં સમાવાયેલ વિદ્યાર્થીઓ 6 ઓગસ્ટ સુધીમાં વાંધા અરજી કરી શકશે
- 295 વિદ્યાર્થી એવા હતા કે જેઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતુ
બીએસસી નર્સિંગ સહિતના વિવિધ પેરામેડિકલ અભ્યાસમાં પ્રવેશ માટેનું આજે ગુરુવારે મેરિટ લિસ્ટ જાહેર કરાયું છે. કમિટી દ્વારા જાહેર કરેલા મેરિટમાં કુલ 32,770 વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.295 વિદ્યાર્થી એવા હતા કે જેઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતુ પરંતુ યોગ્ય લાયકાત ધરાવતા ન હોવાથી મેરીટમાં સમાવેશ કરાયો નથી.
મેરીટ લીસ્ટને લઈ કોઈ વિદ્યાર્થીને વાંધો હોય તો 6 ઓગસ્ટ સુધી રજૂઆત કરી શકાશે. પેરામેડિકલના બીએસસી નર્સિંગ, બી. ફિઝિયોથેરાપી, જીએનએમ, એએનએમ, બી.ઓપ્ટોમેટ્રી, બી.ઓક્યુપેશનલ થેરાપી, બી.ઓર્થોટીક્સ અને પ્રોસ્થેટીક્સ, બીએએસએલપી તેમજ બી.નેચરોપથી સહિતના કોર્સની 49,995 બેઠકમાં પ્રવેશ માટે તા.4 જુલાઈથી રજિસ્ટ્રેશન હાથ ધરવામાં આવ્યું હતુ. આ દરમિયાન 34,259 વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતુ. જેમાથી 33,062 વિદ્યાર્થીઓએ ડોક્યુમેન્ટ્સ ચકાસણી કરાવી હતી. એ પૈકી યોગ્ય લાયકાત ધરાવતાં 32,770 વિદ્યાર્થીઓનો મેરીટમાં સમાવેશ કરવામાં આવ્યો છે.


