- ફ્લાવર – શૉને મળ્યું ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન
- લોંગેસ્ટ ફ્લાવર સ્ટ્રક્ચર માટે મળ્યું સ્થાન
- અમદાવાદના ફ્લાવર શોએ ચીનના રેકોર્ડને તોડ્યો
અમદાવાદમાં યોજાયેલા ફ્લાવર શોએ વિશ્વમાં ડંકો વગાડ્યો છે. જેમાં સૌથી મોટા સ્ટકચર અમદાવાદમાં બન્યું અને ચીનનો રેકોર્ડ તૂટ્યો છે. જેમાં અમદાવાદ ફ્લાવર શોમાં બનેલા લોંગેસ્ટ ફ્લાવર સ્ટ્રક્ચરને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે. આ માટે ફ્લાવર શોમાં 221 મીટરનું સ્ટ્રક્ચર બનાવવામાં આવ્યું છે.
છેલ્લા ઘણાં વર્ષોથી અમદાવાદમાં ફ્લાવર શોનું આયોજન થાય છે. જેમાં આ વખતે ફ્લાવર શોમાં બનાવવામાં આવેલા 221 મીટરના સ્ટ્રક્ચરને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે. જેની સાથે જ અત્યાર સુધીમાં ચીનનો 166.15 મીટરનો ચીન નો રેકોર્ડ તોડ્યો છે. આજે આ ફ્લાવર શો સ્ટકચર ને ગિનિસ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે.
આ માટે લોંગેસ્ટ ફ્લાવર સ્ટ્રક્ચર માટે આ સ્થાન મળ્યું છે. અમદાવાદના ફ્લાવર શોએ ચીનના રેકોર્ડને તોડ્યો છે. 15 લાખ થી વધુ ફૂલ છોડના રોપા હતા. આ સાથે જ અત્યાર સુધીમાં 5 લાખ થી વધુ લોકોએ રેકોર્ડ બ્રેક મુલાકાત લીધી છે. જે પણ એક નવું સુકાન જોડાયું છે.
ગિનિસ બુક ઓફ રેકોર્ડના પ્રતિનિધિઓ ફ્લાવર શો પહોંચ્યા હતા. જેમાં AMC મેયરને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યું છે. મેયર, ડે.મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન અને AMC કમિશ્નર હાજર રહ્યા હતા. નોંધનીય છેકે, વડાપ્રધાન ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી હતા ત્યારે ફલાવર શો શરૂ થયો હતો. આ વર્ષે સી.એમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા ફલાવર શો શરૂ કરવામાં આવ્યો હતો.


