તાજેતરમાં રાજ્ય કક્ષાની પાવર લીફ્ટિંગ 2025 સ્પર્ધા કચ્છના મુન્દ્રા ખાતે યોજાઈ હતી. જેમાં મોરબી જિલ્લાના ટીકર (રણ) ગામના વતની અને નાલંદા વિદ્યાલયમાં ધો.5માં અભ્યાસ કરતા 9 વર્ષના હાર્દ ક્રિપાલભાઈ બાપોદરીયાએ પ્રથમ નંબર સાથે ગોલ્ડ મેડલ જીતીને મોરબી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.
સ્પર્ધામાં 40 કિલોગ્રામ વજન ધરાવતા 9 વર્ષના બાળકે 140 કિલોગ્રામનું ફૂલ પાવર લિફ્ટિંગ કરી સૌને આશ્ચર્યચકિત કરી દીધા હતા. હાર્દના પિતા ક્રિપાલભાઈ બાપોદરીયાએ કહ્યું કે, હું રોજ જીમ જાવ ત્યારે મારો પુત્ર ક્યારેક ક્યારેક સાથે આવતો અને મારી એક્સરસાઈઝ જોઈને તેને પ્રેરણા મળી. પછી તે મારી સાથે દરરોજ આવવા લાગ્યો હતો. ત્યારથી તેનું આત્મ મનોબળ વધ્યું હતું.


