- ઓઢવ વિસ્તારમાં કારમાંથી મળ્યુ 28 ગ્રામ MD ડ્રગ્સ
- પોલીસે અભિમન્યુ નામના વ્યક્તિની કરી અટકાયત
- પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી
રાજ્યમાં નશીલા પદાર્થોની હેરાફેરી કરવા માટે ડ્રગ્સ માફિયા નવી નવી મોડસ ઓપરેન્ડી અપનાવે છે. ત્યારે ડ્રગ્સ માફિયાઓ વિદેશમાંથી અમદાવાદમાં MD ડ્રગ્સ ધૂસાડવાના પ્રયાસો કરી રહ્યા છે. તેવામાં અમદાવાદમાં આવેલા ઓઢવ વિસ્તારમાં કારમાંથી 28 ગ્રામ MD ડ્રગ્સ ઝડપાયો હોવાના સમાચાર સામે આવ્યા છે.
મળતી માહિતી મુજબ, અમદાવાદના ઓઢવ વિસ્તારમાં કારમાંથી 28 ગ્રામ MD ડ્રગ્સ મળી આવ્યું છે. પોલીસે અભિમન્યુ નામના વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે. પોલીસે તપાસ કરતા નવો ખુલાસો થયો છે. અભિમન્યુની કારમાં ડ્ર્ગ્સ મુકવામાં આવ્યુ હતુ. અભિમન્યુના જુના પાર્ટનરે જ ડ્ર્ગ્સ મુક્યા હોવાનું સામે આવ્યું છે.
સુરેશ રાજસ્થાનથી 2 વ્યક્તિઓ ને ડ્રગ મૂકવા આપ્યું હતું. અભિમન્યુ સુરેશના ડેટા લઈ પોતાના વેપાર શરૂ કરતાં વિવાદ થયો હતો. જે બાદ સુરેશને નુકસાન થતા ધમકી આપી હતી. હાલ પોલીસે અભિમન્યુ નામના વ્યક્તિની અટકાયત કરીને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.


