- કેન્સર સામે લડી રહેલા દર્દીએ હોસ્પિટલના છઠ્ઠા માળેથી પડતુ મૂકી કરી આત્મહત્યા
- અમદાવાદના નરોડા વિસ્તારમાં રહેતો હતો દર્દી મિતુલ પટેલ
- સમગ્ર મામલે વસ્ત્રાપુર પોલીસે તપાસ હાથ ધરી
અમદાવાદમાં હોસ્પિટલમાં દર્દીએ આપઘાત કરવાનો કિસ્સો સામે આવ્યો છે. શહેરના વસ્ત્રાપુર વિસ્તારની AWS હોસ્પિટલમાં દર્દીએ આત્મહત્યા કરી છે. હોસ્પિટલના છઠ્ઠા માળેથી પડતુ મુકીને દર્દીએ આત્મહત્યા કરી છે. ત્યારે સમગ્ર મામલે વસ્ત્રાપુર પોલીસે તપાસ હાથ ધરી છે.
કેન્સર જેવી ભયંકર બિમારી સામે લડી રહ્યો હતો દર્દી
મળતી માહિતી મુજબ આ દર્દી કેન્સરની બિમારી સામે લડી રહ્યો હતો અને વસ્ત્રાપુરની AWS હોસ્પિટલમાં કિમોથેરાપી માટે આવ્યો હતો, તે દરમિયાન હોસ્પિટલના છઠ્ઠા માળેથી છલાંગ લગાવીને આત્મહત્યા કરી હતી. આ 40 વર્ષીય દર્દીનું નામ મિતુલ પટેલ હતું અને તે નરોડામાં રહેતો હતો અને છેલ્લા કેટલાક સમયથી કેન્સર જેવી ભયંકર બિમારી સામે લડી રહ્યો હતો. ત્યારે આ ઘટના બાદ વસ્ત્રાપુર પોલીસે તપાસ હાથ ધરી છે.
વસ્ત્રાલમાં મેટ્રો સ્ટેશન પરથી યુવકે છલાંગ લગાવીને કરી હતી આત્મહત્યા
10 દિવસ પહેલા વસ્ત્રાલમાં હીરાબા સ્કૂલ સામે આવેલા મહાદેવ મેટ્રો સ્ટેશન પરથી 20 વર્ષીય યુવકે ઝંપલાવીને આપઘાત કરી લીધો હતો. સવારે 12 વાગ્યાની આસપાસ યુવક સ્ટેશનની ગ્રીલ પર ચઢી ગયો અને પલભરમાં નીચે છલાંગ લગાવી દીધી હતી. બનાવના પગલે લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા. સ્થાનિક પોલીસને બનાવની જાણ થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચીને યુવકના પરિવારજનોની ભાળ મેળવીને બનાવ અંગે જાણ કરી હતી. તેમજ યુવકની લાશને પોસ્ટ મોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં મોકલી આપી હતી. આ અંગે રામોલ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોધીને વધુ તપાસ શરૂ કરી હતી.
ત્યારે પોલીસે મેટ્રો સ્ટેશન પર સિક્યુરિટીને પૂછતા સિક્યુરિટીએ જણાવ્યુ કે યુવક અહીં આંટા મારતો હોવાથી તેને પૂછતા તેને વસ્ત્ર્રાલ ગામમાં જવુ છે તેમ જણાવતો હતો. અમરાઈવાડીમાં રહેતો 20 વર્ષીય ધ્રુવ પરમાર તેના પરિવાર સાથે રહે છે. ત્યારે શનિવારે સવારે અગમ્ય કારણોસર ઘરેથી તેના માતાપિતાને હું આપઘાત કરવા જાઉ છુ કહીને નીકળ્યો હતો. 40 ફૂટની ઉંચાઈથી ધ્રુવ પરમારે છલાંગ લગાવતા આસપાસના લોકો મદદ માટે પહોંચ્યા હતા અને 108ને પણ જાણ કરવામાં આવી હતી, પરંતુ આટલી ઊંચાઈએથી પડવાના લીધે ધ્રુવ પરમારનું મૃત્યુ નીપજી ચૂક્યું હતું. આ અંગે રામોલ પોલીસે હાલમાં અકસ્માત મોતનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.


