- અમદાવાદ એરપોર્ટમાં છવાયો ક્રિકેટ ફીવર
- ફેન્સનું કરવામાં આવી રહ્યુ છે ઉમળકાભેર સ્વાગત
- ભારતની જીતનો વિશ્વાસ કર્યો વ્યક્ત
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચેની ફાઇનલ મેચ રમાવાની છે. જેને લઇને દેશભરના ક્રિકેટ પ્રેમીઓ અમદાવાદ પહોંચી રહ્યા છે. વિદેશી મહેમાનો પણ અમદાવાદ આવી રહ્યા છે. ત્યારે ક્રિકેટ ફેન્સનું વેલકમ કરવા માટે અમદાવાદનું સરદાર વલ્લભ ભાઇ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટમાં ખાસ થીમ સાથે ડેકોરેશન કરવામાં આવ્યું છે.
એરપોર્ટમાં ક્રિકેટ ફીવર
એરપોર્ટની અંદરના દ્રશ્યોમાં જોઇ શકાય છે કે જેવા યાત્રીઓનું આગમન થાય કે તરત જ જાણે એમ થાય કે ક્રિકેટ ઝોનમાં આવી ગયા હોઇએ. ક્રેકિટને લઇને મોટા મોટા કટ આઉ્ટસ , ક્રિકેટ ઇક્વિપમેન્ટના મોટા મોટા પિક્ચર, હોર્ડિંગ્સ અને યાત્રીઓ ફોટા પડાવવા મજબૂર થઇ જાય તે પ્રકારની સજાવટ જોવા મળી રહી છે.
ફેન્સ માટે ઇન્ડિયન ક્રિકેટની ટી શર્ટ
વળી ખાસ બહારથી આવનારા ફેન્સ માટે અહીં ઇન્ડિયન ટીમની ટીશર્ટનું પણ વેચાણ કરવામાં આવી રહ્યુ છે. તેના માટે એક ખાસ સ્ટોલ બનાવવામાં આવ્યો છે જ્યાંથી તમે ટી શર્ટ પણ ખરીદી શકો છો. મેચ માટે આવનારા ફેન્સને લઇને 100 ટકા ક્રિકેટનો માહોલ પીરસવામાં આવી રહ્યો છે. એરપોર્ટ પર ઉતરો ત્યાંથી જ લાગે કે આજે તો અમદાવાદમાં મેચ છે. દૂર દૂરથી આવનારા તમામ લોકોએ અહીં આવીને ક્રિકેટને લઇને પોતાનો ઉત્સાહ વ્યક્ત કર્યો હતો.
તૈયાર છે ટીમ
એરપોર્ટને અન્ય ક્રિકેટ પ્રોપ્સની સાથે ભારતીય ખેલાડીઓના કટ-આઉટથી શણગારવામાં આવ્યું છે. ચાહકો માટે ભારતીય જર્સી પણ જોવા મળી રહી છે. મેચ જોવા આવનારા ચાહકોએ ભારત જીતશે તેવી આશા વ્યક્ત કરી હતી. અમદાવાદનું આઇકોનિક નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ક્રિકેટના દિગ્ગજ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના અંતિમ શોડાઉનની યજમાની માટે તૈયાર છે.


