- અમદાવાદમાં બેફામ ડમ્પરની અડફેટે ASIનું મોત
- ટ્રાફિક પોલીસે ડમ્પરચાલક સુરેશ પટેલની કરી ધરપકડ
- સત્યેન્દ્ર ચૌધરી ડયૂટી પૂરી કરી સરસપુર પોતાના ઘરે પરત ફરી રહ્યો હતો
અમદાવાદમાં બેફામ વ્હીકલ ચલાવવાની ઘટનાઓ અવારનવાર સામે આવતી હોય છે, ત્યારે આજે સવારે જ આવા એક બેફામ ડમ્પર ચાલકે ખોખરાના અનુપમ પાસે અકસ્માત સર્જ્યો હતો અને આ ડ્રમ્પર ચાલકે બાઈકચાલકને અડફેટે લેતા મોટો અકસ્માત સર્જાયો હતો.
ટ્રાફિક પોલીસે સુરેશ પટેલ નામના ડમ્પર ચાલકની કરી ધરપકડ
ત્યારે આ અકસ્માતમાં બાઈકચાલક ASIનું મોત નિપજ્યુ છે. મૃતક સત્યેન્દ્ર ચૌધરી CRPFમાં ASI તરીકે ફરજ બજાવતો હતો અને પોતાની ડ્યૂટી પુરી કર્યા બાદ સરસપુર ઘરે પરત ફરી રહ્યો હતો, તે સમયે આ બેફામ ડમ્પર ચાલકે અડફેટે લેતા ASIનું મોત થયુ છે. ત્યારે શહેરની એચ ડિવિઝન ટ્રાફિક પોલીસે સુરેશ પટેલ નામના ડમ્પર ચાલકની ધરપકડ કરી છે અને તેની વિરૂદ્ધ ગુનો નોંધ્યો છે. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ કેટલાક બેફામ ડમ્પર ચાલકોના કારણે કેટલાય નિર્દોષ વ્યક્તિઓએ પોતાના જીવ ગુમાવ્યા છે.
5 દિવસ પહેલા સુરતમાં બેફામ ડમ્પરે ચાલકે મહિલાને અડફેટે લીધી હતી
સુરતના ડિંડોલી વિસ્તારમાં ડમ્પરચાલકે મહિલાને અડફેટે લેતે મહિલાને પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી.વડ સાવિત્રી વ્રતની પૂજા કરવા મહિલા જઈ રહી હતી તે દરમિયાન આ ઘટના બની હતી તો પોલીસે ઘટના સ્થળે પહોંચી સમગ્ર ઘટનાની તપાસ હાથધરી હતી અને ડમ્પર ચાલક વિરુદ્ધ ફરિયાદ લઈ વધુ તપાસ હાથધરી હતી.
મહિલાને પગના ભાગે ગંભીર ઈજા
સુરતના ડીંડોલી વિસ્તારમાં કરડવા રોડ પર આવેલી સોસાયટીમાં રહેતી જોલી ગુપ્તા નામની મહિલા વટ સાવિત્રીના વ્રતની પૂજા કરવા માટે વહેલી સવારે જતી હતી. સવારે સાત વાગ્યે તે પૂજા કરવા જતી હતી, તે દરમિયાન પાછળથી ડમ્પરચાલકે તેને અડફેટે લીધી હતી. ડમ્પરચાલક પૂરપાટ ઝડપે જતો હોવાથી મહિલાને ટક્કર મારી હતી. જેમાં મહિલાના પગમાં ગંભીર ઈજાઓ પહોંચી છે.


