- TP કમિટી ચેરમેને રાઉન્ડ લેતાં ભોંયરામાંથી દારૂની બોટલ મળી
- સિક્યુરિટી એજન્સી, ગાર્ડ, કોન્ટ્રાક્ટર સામે પગલાં
- મ્યુનિ.ના વસાવડા હોલના ભોંયરામાં ઠેર ઠેર ગંદકી જોવા મળી હતી
ગુજરાતમાં દારૂબંધીના કરવામાં આવતા દાવા પોકળ પુરવાર થયા છે. AMC સંચાલિત ખોખરા વિસ્તારમાં આવેલા શ્યામાપ્રસાદ વસાવડા કોમ્યુનિટી હોલના ભોયરામાંથી દારૂની ખાલી બોટલો મળી આવી છે.શ્યામાપ્રસાદ વસાવડા હોલમાં ગંદકી અને અને દારૂની બોટલો જોવા મળતાં TP કમિટી ચેરમેને સ્થળ પરથી જ DYMCને ફોન કરીને સિક્યુરિટી એજન્સી, સફાઇ કોન્ટ્રાક્ટર અને હોલના આસિસ્ટન્ટ મેનેજર સહિત જે પણ લોકો જવાબદાર હોય તેમની સામે પગલાં ભરવા માટે જાણ કરી હતી.
શ્યામા પ્રસાદ વસાવડા હોલમાંથી દારૂની બોટોલ મળી આવતા હોલના સિક્યુરિટી ગાર્ડ, કોન્ટ્રાક્ટરની કામગીરી સામે ગંભીર પ્રશ્નો સર્જાયા છે. મ્યુનિ.ના વસાવડા હોલના ભોંયરામાં ઠેર ઠેર ગંદકી જોવા મળી હતી અને સફાઈ કામગીરી કરવામાં જ આવતી ન હોવાનું જોવા મળ્યું છે.ખોખરા વોર્ડમાં આવેલા શ્યામાપ્રસાદ વસાવડા હોલમાં નિયમિત રીતે દારૂની મહેફિલ થતી હોવા અંગે ભાજપના કોર્પોરેટરોને ફરિયાદ મળી હતી અને આ બાબતને ધ્યાનમાં લઈને TP કમિટીના ચેરમેને કોર્પોરેટરોએ અધિકારીઓ સાથે વસાવડા હોલનો રાઉન્ડ લીધો ત્યારે હોલના ભોયરામાં બહારના ભાગે ગંદકી જોવા મળી હતી. જેના પગલે તાત્કાલિક આ મામલે જવાબદાર લોકો સામે પગલાં લેવા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને જાણ કરી હતી.
TP ચેરમેન પ્રીતિશ મહેતાએ જણાવ્યું હતું કે, ખોખરા વિસ્તારમાં આવેલા મ્યુનિસિપલ કોર્પોરેશનના હોલમાં ગંદકી અને ભોયરામાં દારૂની બોટલો હોવા અંગેની સ્થાનિક કોર્પોરેટરોને ફરિયાદ મળતા આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરને સાથે રાખી હોલમાં તપાસ કરી હતી. જ્યારે હોલમાં જોયું ત્યારે બહારના ભાગે અને ભોયરામાં ઠેર ઠેર ગંદકી જોવા મળી હતી તેમજ ટોયલેટમાં પણ સાફ્ સફાઇ કરવામાં આવેલી નહોતી.


