By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    8 hours ago
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    2 days ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    5 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    6 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: Ahmedabad :રિવરફ્રન્ટની જમીનના પ્લોટ લીઝ, વેચાણ કે ડેવલપમેન્ટ રાઈટ્સથી આપવા નિર્ણય
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

Ahmedabad :રિવરફ્રન્ટની જમીનના પ્લોટ લીઝ, વેચાણ કે ડેવલપમેન્ટ રાઈટ્સથી આપવા નિર્ણય

agragujaratnews
Last updated: 2024/07/11 at 4:13 AM
2 years ago
Share
Ahmedabad :રિવરફ્રન્ટની જમીનના પ્લોટ લીઝ, વેચાણ કે ડેવલપમેન્ટ રાઈટ્સથી આપવા નિર્ણય
SHARE

  • રકમ 4 હપતામાં ચૂકવી શકાશે : એક વર્ષમાં પ્રોજેક્ટ શરૂ ન થાય તો 10% પેનલ્ટી
  • કરોડોની જમીન માટે 7 વેલ્યુ ઝોન અને વેલ્યૂઝોનની બેઝ પ્રાઇસ નક્કી કરાઈ
  • દરેક વેલ્યુ ઝોનની બેઝ પ્રાઈસમાં દર ત્રણ વર્ષે સુધારો કરી શકાશે

અમદાવાદની આગવી ઓળખ સમાન સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ અંતર્ગત રિ-ક્લેઇમ થયેલી જમીનનાં પ્લોટ વેચાણ અને ભાડાથી આપવા સાબરમતી રિવરફ્રન્ટ લેન્ડ ડિસ્પોસલ પોલિસી 2024નો અમલ માટેની કવાયત હાથ ધરવામાં આવી છે.

SRFDL પ્રોજેક્ટ અંતર્ગત રીક્લેઈમ કરેલી જમીનના પ્લોટની હરાજી કરવા, વેચાણથી આપવા, લીઝ પર આપવા તેમજ વેચાણ કર્યા વિના ફક્ત ડેવલપમેન્ટના રાઇટ્સ આપવા એટલે કે લીઝ ઓફ લેન્ડ વિધાઉટ સેલ ઓફ ડેવલપમેન્ટ રાઈટ્સ આપવાનું નક્કી કરાયું છે. SRFDL દ્વારા પ્રોજેક્ટ એરિયાના આધારે 7 વેલ્યુ ઝોન નક્કી કરવામાં આવ્યા છે અને દરેક વેલ્યુ ઝોનની બેઝ પ્રાઈસ નક્કી કરવામાં આવી છે. આ બેઝ પ્રાઈસમાં દર ત્રણ વર્ષે સુધારો કરી શકાશે. SRFDLની જમીન માટે ઓફર કરનાર પક્ષકારને કુલ ઓફર પ્રાઈસની રકમ ચાર હપ્તામાં ચૂકવણી કરવાની સગવડ કરી આપવામાં આવી છે. જો સાબરમતી રિવરફ્રન્ટમાં જમીન એલોટ કરવામાં આવ્યા પછી 12 મહિનામાં એટલેકે એક વર્ષમાં ઓફર કરનાર પ્રોજેક્ટ શરૂ કરવામાં નિષ્ફળ નીવડે તો કુલ કન્સીડરેશન રકમના 10 ટકા પેનલ્ટી વસૂલ કરાશે તેમજ રકમ ચૂકવવામાં વિલંબ થાય તો કોઈપણ પ્રકારના પીનલ ચાર્જીસ લગાવવા સહિત જરૂરી પગલાં લેવાનો SRFDLને સંપૂર્ણ અધિકાર રહેશે. AMCની મંજૂરી મેળવીને સાબરમતી રિવરફ્રન્ટના વેલ્યુઝોનમાં કોઈપણ પ્રકારનો નિર્ણય લઈ શકાશે. રિવરફ્રન્ટ કંપની ટૂંક સમયમાં પ્લોટ વેચાણ માટે રિકવેસ્ટ ફેર પ્રપોઝલની જાહેરાત કરશે. જેમાં દેશ-વિદેશનાં બિલ્ડર અને ડેવલપર સહિતના લોકો ભાગ લેશે.

સૂત્રોના જણાવ્યાનુસાર, સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ અંતર્ગત રિ-ક્લેઇમ થયેલી જમીનનાં પ્લોટ વેચાણ અને ભાડાથી આપવા નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે, જેમાં વેલ્યુ ઝોનમાં ફેરફાર બજારની જરૂરિયાતોને ધ્યાને લઇ કરવા સહિતની જોગવાઇ કરવામાં આવી છે.

આ નવી નીતિ અને નિયમો મુજબ ડેવલપમેન્ટ રાઇટ્સનાં સેલ કરવામાં આવશે અને જમીન ભાડે આપવામાં આવશે. ડેવલપમેન્ટ રાઇટ્સનાં સેલ સિવાય જમીન ભાડે આપવાની જોગવાઇ પણ કરવામાં આવી છે. જેમાં સેલ ઓફ્ ડેવલપમેન્ટ રાઇટ્સ વગર જમીન લીઝ ઉપર આપવાનાં કિસ્સામાં રિવરફ્રન્ટ કંપની બજાર અને આર્થિક પરિસ્થિતિને ધ્યાને લઇ બેઝપ્રાઇસ નક્કી કરશે.

નવા નિયમો અનુસાર, સેલ ઓફ્ ડેવલપમેન્ટ રાઇટ્સ માટે બેઝપ્રાઇસ દર ત્રણ વર્ષે સુધારવામાં આવશે. તેમજ સરકારી સંસ્થાઓને તેમનાં પોતાનાં હેતુ કે ઉપયોગ માટે જ બેઝપ્રાઇસ ઉપર ડેવલપમેન્ટ રાઇટ્સ અથવા જમીનની ફાળવણી કરવામાં આવશે.

ઓફર કરનારે બે વર્ષમાં 4 હપતાથી રકમ ચૂકવવી પડશે

રિવરફ્રન્ટનાં પ્લોટ લેનારે લેટર ઓફ્ એલોટમેન્ટનાં 30 દિવસમાં 25 ટકા અને 12 મહિનામાં બીજા 25 ટકા તથા બીજા છ મહિનામાં 25 ટકા નાણાં ચૂકવવાનાં રહેશે. તેમજ બીયુ એપ્લિકેશન સબમિશન અથવા ઓક્યુપેન્સિ સર્ટિફ્કિેટની એપ્લિકેશન સબમિશન આ બેમાંથી જે વહેલુ હોય તે પ્રમાણે અથવા એલઓઆઇની તારીખથી 24 મહિનામાં બાકીનાં 25 ટકા નાણાં ચૂકવી દેવાનાં રહેશે.

પ્લોટ લીઝ, વેચાણથી આપવામાં વધુ લિબરલ અભિગમ

AMC દ્વારા હરાજીથી પ્લોટ વેચાણ કે લીઝ પર આપવામાં આવે છે ત્યારે પક્ષકારે ઓફરની કુલ રકમના 10 ટકા રકમ તત્કાળ ચૂકવવાની રહે છે અને બાકીની રકમ 30 દિવસમાં ચૂકવવાની હોય છે. જોકે, ઓફરદાર બાકીની રકમ 30 દિવસમાં એક મહિનામાં ન ચૂકવી શકે તો તેને 6 મહિનામાં બાકીની રકમ વ્યાજ સહિત ચૂકવવાની હોય છે. જ્યારે SRFDLમાં વેચાણ, લીઝ કે વેચાણ કર્યા વિના ડેવલપમેન્ટ રાઈટ્સથી આપવામાં આવનાર સાબરમતી રિવરફ્રન્ટના પ્લોટની કુલ રકમ 4 હપ્તામાં ચૂકવવા માટે બે વર્ષનો સમય આપવામાં આવ્યો છે. આમ SRFDL હેઠળ લીઝ કે વેચાણથી અપનાર પ્લોટની કુલ રકમ SRFDLને બે વર્ષે મળશે. આમ, SRFDLના પ્લોટ આપવા માટે અત્યંત ઉદાર અભિગમ એટલેકે ખૂબ જ લિબરલ વલણ અપનાવવામાં આવ્યું હોવાનું મ્યુનિ. વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે.

45 દિવસમાં પેમેન્ટ કરનારને 10 ટકા ડિસ્કાઉન્ટ

જો કોઇ બિડર લેટર ઓફ્ એલોટમેન્ટ ઇસ્યુ થયાનાં 45 દિવસમાં ટોટલ ડેવલપેન્ટ રાઇટ્સ કન્સીડરેશનની રકમનુ પેમેન્ટ કરશે તો તેમને તે રકમનાં 10 ટકા જેટલુ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. તેની સાથે સાથે પ્લોટ એલોટમેન્ટની તારીખથી 12 મહિનામાં પ્રોજેક્ટ હાથ નહિ ધરાય તો એલોટી કે ડેવલપર પાસેથી ડેવલપમેન્ટ રાઇટ્સનાં ટોટલ કન્સીડરેશનની રકમનાં બે ટકાનાં દરે પેનલ્ટી વસુલ કરવામાં આવશે. એટલુ જ નહિ રિવરફ્રન્ટને એલોટી કે ડેવલપર દ્વારા પ્રોજેક્ટનાં ડેવલપમેન્ટ કે નાણાં ચૂકવણીમાં વિલંબ થાય તેવા કિસ્સામાં કોઇ પણ પગલા લેવાનો હક્ક અબાધિત રાખવામાં આવ્યો છે.

સત્તામંડળની મંજૂરી વિના પ્લોટ ગીરવે મૂકી શકાશે નહીં

રિવરફ્રન્ટનાં પ્લોટ વેચાણ-ભાડે આપવાનાં નિયમોમાં મહત્વની જોગવાઇ એવી કરવામાં આવી છે કે, પ્લોટ મેળવનાર સક્ષમ સત્તામંડળની મંજૂરી વગર વિકાસ પ્રવૃત્તિ માટે બેંક કે નાણાંકીય સંસ્થા પાસે જમીન કે ડેવલપમેન્ટ રાઇટ્સ ગીરવે મુકી શકશે નહિ. આ બાબતે સ્પષ્ટતા કરવી જરૂરી છે. અન્યથા અનેક જગ્યાએ પ્લોટ વગેરે લઇને તેને બેંક કે નાણાંકીય સંસ્થાઓમાં ગીરવે મુકી દઇ નાણાં ઉભા કરવામાં આવતાં હોય છે અને પછી કોઇ ડખા થાય તો જે તે સત્તામંડળનો પ્લોટ ફ્સાઇ જાય અને નાહકનાં કોર્ટ કેસ વગેરે વિવાદમાં સપડાવુ પડતુ હોય છે તેથી સક્ષમ સત્તાની લેખિત મંજૂરી વગર પ્લોટ અનેડેવલપમેન્ટ રાઇટ્સ ગિરવે મુકી શકાય નહિ તેવી શરત કરવામાં આવી છે.

You Might Also Like

 ભાવનગરમાં મંગેર સાથે ફરવા નીકળેલા યુવાન પર લૂંટના ઇરાદે છરીથી હૂમલો

સાળંગપુરમાં દાદાને ૮ કિલો સુવર્ણ વાઘાનો શણગાર

મોરબીમાં ઉદ્યોગપતિને માર મારનાર ભાજપના અજય લોરીયા વિરૂધ્ધ ૨૦૦૦ લોકો રસ્તા પર

 જેતપુર : કારમાં ગુપ્ત ખાનું બનાવી વિદેશી દારૂની હેરાફેરી કરતા સુરતના બે ઝડપાયા

માંડવીમાં ક્રાંતિકારી શ્યામજી કૃષ્ણ વર્માના ૨૦૦ વર્ષ જૂના મકાનની હાલત ચિંતાજનક

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
અશાંતધારાના નોટિફિકેશનમાં અસ્પટષ્તાથી વોર્ડ નં.૨માં અમૂક વિસ્તારમાં નોંધણી અટકી
રાજકોટ

અશાંતધારાના નોટિફિકેશનમાં અસ્પટષ્તાથી વોર્ડ નં.૨માં અમૂક વિસ્તારમાં નોંધણી અટકી

Editor By Editor 3 days ago
અબડાસામાં એક દશકા બાદ ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ બચ્ચાનો જન્મ
ગુજરાત બોર્ડની જૂની માર્કશીટ પ્રણાલી વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે ખતરો : હેમાંગ રાવલ
RTEમાં પ્રવેશ માટે એક માત્ર દિકરી હોવાનાં પ્રમાણપત્ર RMC દ્વારા અપાશે
કથિત પત્રકાર સુરેશ વડેચાના ગંભીર આક્ષેપો ખોટા સાબિત : મેડિકલ રિપોર્ટમાં ‘પેટ્રોલ યાતના’નો કોઈ પુરાવો નહીં
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?