- સ્કૂલોમાં પ્રવાસ માટે મંજૂરીના નિયમો કડક કરાયા
- એક દિવસની પિકનિક માટે પણ મંજૂરી ફરજિયાત
- પ્રવાસ માટે 20 વિદ્યાર્થીએ એક શિક્ષક જરૂરી
વડોદરા હરણી નદી બોટ દુર્ઘટના બાદ અમદાવાદ DEO એક્શનમાં છે. જેમાં સ્કૂલોમાં પ્રવાસ માટે મંજૂરીના નિયમો કડક કરાયા છે. તેમાં સ્કૂલોમાંથી પ્રવાસ લઈ જવા માટે નવા 27 નિયમો જાહેર કરવામાં આવ્યા છે. તેમાં એક દિવસની પિકનિક માટે પણ મંજૂરી ફરજિયાત છે.
પ્રવાસ માટે 20 વિદ્યાર્થીએ એક શિક્ષક જરૂરી
પ્રવાસ માટે 20 વિદ્યાર્થીએ એક શિક્ષક જરૂરી છે. તથા 15 વિદ્યાર્થિનીએ એક મહિલા શિક્ષિકા જરૂરી છે. શૈક્ષણિક મહત્વ ધરાવતા સ્થળે જ પ્રવાસ લઈ જવાશે. પ્રવાસ બાદ ખર્ચની વિગત નોટિસ બોર્ડ પર મૂકવી પડશે. તથા જોખમી સ્થળોની પ્રવાસ માટે મંજૂરી મળશે નહીં. તેમજ રાત્રી દરમિયાન કોઈપણ સંજોગોમાં મુસાફરી થઈ શકે નહીં. તથા પ્રવાસ દરમિયાન શુદ્ધ પાણી, ખોરાકની વ્યવસ્થા સ્કૂલે કરવી પડશે. તથા વાહનના ફાયર સેફટીના ઉપયોગની માહિતી વિદ્યાર્થીને આપવી પડશે.
પ્રવાસના સ્થળ મુજબ સેફટી સાધનોની વ્યવસ્થા સ્કૂલે કરવી પડશે
પ્રવાસના સ્થળ મુજબ સેફટી સાધનોની વ્યવસ્થા સ્કૂલે કરવી પડશે. તથા વડોદરામાં પિકનિક દરમિયાન થયેલી દુર્ઘટના બાદ સમગ્ર રાજ્યની સ્કૂલોમાં પ્રવાસ માટે મંજૂરીના નિયમો કડક કરાયા છે. શાળ પ્રવાસ દરમિયાન દુર્ઘટનામાં 12 વિદ્યાર્થીઓ અને બે શિક્ષકો સહિત 14 લોકોના મોત થયા હતા. એસઆઈટીને અકસ્માતનો એફએસએલ રિપોર્ટ મળી ગયો છે, જેમાં જણાવાયું છે કે, ઓવર લોડ અને લાઇફ જેકેટ વગર સવારીના કારણે આ દુર્ઘટના સર્જાઈ હતી.
બોટ તેની ક્ષમતા કરતાં વધુ ભરેલી હતી
ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ, ઝોન 4, પન્ના મોમાયા, જેઓ SITના સુપરવાઇઝિંગ ઓફિસર છે, તેમણે જણાવ્યું હતું કે, અમને FSL રિપોર્ટ મળ્યો છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે, આ દુર્ઘટના ક્ષમતા કરતા વધારે બોટમાં ભીડ અને લાઇફ જેકેટની ગેરહાજરીને કારણે બની હતી. ટેક્નિકલ ખામી હોવા છતાં, એવું તારણ કાઢવામાં આવ્યું હતું કે, બોટ તેની ક્ષમતા કરતાં વધુ ભરેલી હતી, જેના કારણે બોટ પલટી ગઈ હતી.


