ટેકનો વાયર ડેટા સાયન્સ લિમિટેડ’ નામની કંપનીના ડિરેક્ટર પ્રભાત સોમાણીની ડિરેક્ટોરેટ જનરલ ઓફ્ ગુડ્સ એન્ડ સર્વિસીઝ ટેક્સ ઇન્ટેલિજન્સ (ડીજીજીઆઈ)એ રૂ.1,500 કરોડની જંગી કરચોરી મામલે ધરપકડ કરી છે. પકડાયેલા પ્રભાત વિષ્ણુ સોમાણીને ડીજીજીઆઈના અધિકારીઓએ જયુડીશયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કરીને તપાસ માટે બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે. ડીજીજીઆઈના અધિકારીઓએ પ્રભાત સોમાણી સાથે સામેલ લોકોની તપાસ ચાલુ કરતા કેટલાક નામાંકિત વેપારીઓ ભૂર્ગભમાં ચાલ્યા ગયા છે.
અમદાવાદમાં ડિરેક્ટોરેટ જનરલ ઓફ્ ગુડ્સ એન્ડ સર્વિસીઝ ટેક્સ ઇન્ટેલિજન્સ (ડીજીજીઆઈ) દ્વારા આર્થિક ગુનાખોરી ડામવા માટે એક ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં અંદાજે રૂ.1,500 કરોડની જંગી કરચોરી ટેકનો વાયર ડેટા સાયન્સ લિમિટેડ નામની કંપનીના ડિરેક્ટર પ્રભાત સોમાણીની પકડાઈ છે.DGGIની તપાસમાં જાણવા મળ્યું છે કે ટેકનો વાયર ડેટા સાયન્સ લિમિટેડ નામની કંપની દ્વારા મોટાપાયે ગેરરીતિ આચરીને સરકારી તિજોરીને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. ડીજીજીઆઈ દ્વારા ટેકનો વાયર ડેટા સાયન્સ લિમિટેડ કંપનીમાં દરોડા દરમિયાન મળી આવેલા દસ્તાવેજો અને પુરાવાઓના આધારે આર્થિક ગેરરીતિના પુરાવા મળ્યા હતા. જેમાં પ્રભાત સોમાણીએ ડેટા સાયન્સ અને ટેકનોલોજીના ઓથા હેઠળ બોગસ બિલિંગ અને ખોટી રીતે ઇનપુટ ટેક્સ ક્રેડિટ(આઈટીસી) મેળવીને આ કૌભાંડ આચર્યું હતું. ટેકનો વાયર ડેટા સાયન્સ લિમિટેડ નામની કંપનીના ડિરેકટર પ્રભાત સોમાણીએ ડેટા સાયન્સ અને ટેકનોલોજીના ઓથા હેઠળ બોગસ બિલિંગ અને ખોટી રીતે ઇનપુટ ટેક્સ ક્રેડિટ (આઈટીસી) મેળવીને આ કૌભાંડ આચર્યું હતું. ડીજીજીઆઈના ખાસ એડવોકેટ ઈમરાન પઠાણે આરોપી પ્રભાત સોમાણીના પાંચ દિવસના રિમાન્ડની માંગણી કરતા કોર્ટને જણાવ્યું હતું કે, દસ્તાવેજી પુરાવા, નાણાકીય વ્યવહારો, વ્યક્તિઓ અને સાક્ષીઓના સંપૂર્ણ ટ્રેઇલ એકત્રિત કરવું જરૂરી છે. આરોપીનું કસ્ટોડિયલ ઈન્ટ્રોગેશન કરવા માટે હાજરી જરૂરી છે. બોગસ ખરીદ અને વેચાણના નકલી ઈન્વોઈસ મેળવ્યા હતા. આરોપીનું કસ્ટોડિયલ ઈન્ટ્રોગેશન કરવા માટે હાજરી જરૂરી છે. આ સમગ્ર કૌભાંડમાં સામેલ લોકોની વિગતો મેળવવા માટે આરોપીની હાજરી જરૂરી છે. જેથી રિમાન્ડ મંજૂર કરવા જોઈએ. ત્યારબાદ કોર્ટે આરોપીને બે દિવસના રિમાન્ડ પર સોંપવા હુકમ કર્યો છે.


