- ડ્રોન સર્વેલન્સથી હાઈવે રોબરી પર બ્રેક, ડ્રગ્સ વાવેતર ઝડપી પાડયા
- વલસાડ પોલીસે ડ્રોન સર્વેલન્સથી દમણથી આવતા દારૂ ભરેલા અનેક વાહનો પકડયા
- ડ્રોન સર્વેલન્સથી દાહોદ પોલીસે હાઈવે રોબરી પર છેલ્લા દસ મહિનાથી બ્રેક વાગી ગઈ છે
રાજયમાં વધી રહેલી ગુનાખોરીના ડામવા માટે હવે પોલીસ હાઈટેક બની રહી છે અને અનેક જીલ્લાઓમાં ડ્રોન થી સર્વેલન્સનો ઉપયોગ કરીને ગુનાખોરી પર અંકુશ રાખવાનો પ્રયાસ કરી રહી છે.
જેમાં મોટી સફળતા મળી છે પણ મહાનગરોને છોડીને.. ડ્રોન સર્વેલન્સથી દાહોદ પોલીસે હાઈવે રોબરી પર છેલ્લા દસ મહિનાથી બ્રેક વાગી ગઈ છે. ડ્રગ્સના વાવેતર પર અંકુશ મુક્યો તેમજ વલસાડ પોલીસે દમણથી ગુજરાત ઘૂસતા દારૂ ભરેલા વાહનો પકડીને બુટલેગરોની કમર તોડી નાંખી છે પણ રાજયના મહાનગરની વાત કરીએ તો અમદાવાદ,રાજકોટ,સુરત, વડોદરા, જામનગર, ભાવનગર જેવા મહાનગરોમાં ડ્રોન સર્વેલન્સો ઉપયોગ કરવામાં ઉદાસીન વલણ જોવા મળી રહ્યુ છે. રાજ્યના ગૃહ વિભાગ અને પોલીસ વિભાગ હાલમાં સમગ્ર ગુજરાતમાં ડ્રગ્સ વિરુદ્ધ એક મોટી લડાઈ શરુ કરી છે તો મહાનગરોમાં ડ્ગ્સ પેડલરો, માદક પદાર્થ વેચનારાઓ પર પણ ડ્રોન ટેકનીકનો ઉપયોગ તે ખુબ જ જરૂરી છે. રાજ્યમાં અને ખાસ કરીને ચાર મહાનગરોમાં ડ્રગ્સનું દૂષણ સતત વધી રહ્યું છે. દરિયાઈ માર્ગ ઉપરાંત રાજ્યમાં રેલ્વે, રોડ માર્ગે પણ ડ્રગ્સ આવતા ડ્રોનથી સર્વેલન્સ જરૂરી છે.
ડ્રોનનો ઉપયોગ ડ્રગ્સ-દારૂ ઝડપી પાડવા માટે કેમ થતો નથી
ગુજરાત પોલીસ દ્વારા ધાર્મિક યાત્રાઓ, રાજકીય રેલી કે સભાઓમાં કોઈ ભાંગફોડ ના થાય તે માટે ડ્રોન સર્વેલન્સ કરવામાં આવે છે. ભૂતકાળમાં ઉત્તરાયણ અને કોરોના સમયે પણ ધાબા પર નજર રાખવા કરાઈ ચુકયો છે પણ આ જ ડ્રોનનો ઉપયોગ પોલીસ ડ્રગ્સ, દારૂ, જુગાર, લૂંટ, ચોરી સહિતની બદી રોકવા માટે પોલીસ કરતી નથી.


