અમદાવાદ, ઇન્દોર, મુંબઈ, ચેન્નાઈ અને દુબઈમાં ડબ્બા ટ્રેડિંગ અને ઓનલાઈન સટ્ટાબાજીના મામલે એક સિન્ડિકેટ સામે એન્ફેર્સમેન્ટ ડિરેકટરોરેટ (ED) સ્પેશિયલ કોર્ટ (PMLA), ઇન્દોર સમક્ષ ફરિયાદ દાખલ કરી છે. ઈડીની તપાસમાં ટેકનોલોજીકલ રીતે હેરાફેરી કરાયેલી ઇકો સિસ્ટમનું અસ્તિત્વ બહાર આવ્યું છે. જેમાં રિગ્ડ ટ્રેડિંગ પ્લેટફૉર્મ, ગેરકાયદેસર સટ્ટાબાજી વેબસાઇટ્સ અને ક્રોસ-બોર્ડર લોન્ડરિંગ મિકેનિઝમનો સમાવેશ થાય છે. ઈડી દ્વારા મોટાપાયે ડબ્બા ટ્રેડિંગ અને ઓનલાઈન સટ્ટાબાજી ખુલાસો થતા ડબ્બા ટ્રેડિંગ કરનારાઓ ભૂગર્ભમાં ચાલ્યા ગયા છે.
સર્ચ કાર્યવાહી દરમિયાન કરવામાં આવેલી મુખ્ય જપ્તીઓમાં રૂ.5.21 કરોડ રોકડ, 59.9 કિલોગ્રામ ચાંદીના બાર અને 100 ગ્રામ સોનાનો બારનો સમાવેશ થાય છે. EDએ લગભગ રૂ.1.94 કરોડના દાગીના અને રૂ.4.77 કરોડની લક્ઝરી ઘડિયાળો સહિત ઉચ્ચ મૂલ્યની લક્ઝરી વસ્તુઓ પણ જપ્ત કરી હતી. તેમજ ક્રિપ્ટો કરન્સી હોલ્ડિંગ્સ પણ જપ્ત કરી હતી. તપાસમાં હેરાફેરી કરેલા ટ્રેડિંગ પ્લેટફૉર્મ, ગેરકાયદેસર સટ્ટાબાજી વેબસાઇટ્સ અને અનિયંત્રિત વ્હાઇટ લેબલ એપ્લિકેશન્સમાંથી મેળવેલા રૂ.404.46 કરોડના ગુનામાંથી મળેલી રકમ ઓળખવામાં આવી હતી. ઈડીએ રૂ.34.26 કરોડની સંપત્તિની કામચલાઉ જપ્તી કરવામાં આવી હતી, જેમાં રૂ.28.60 કરોડની સ્થાવર મિલકતો, રૂ.3.83 કરોડની સ્થાવર મિલકતો અને બેંક અથવા ડીમેટ ખાતાઓમાં રૂ.1.83 કરોડની બેલેન્સનો સમાવેશ થાય છે.
ઈડીની તપાસમાં એવો ખુલાસો થયો છે કે આ નેટવર્કનો માસ્ટર માઈન્ડ વિશાલ અગ્નિહોત્રી છે જે વી-નની અને ઈલેવન સ્ટાર્સ (11 સ્ટાર્સ)નો અસલ માલિક છે. વિશાલે લોટસ બુક નામની સટ્ટાબાજી પ્લેટફૉર્મના એડમિન રાઈટસ 5 ટકા નફના ધોરણે મેળવ્યા હતા. પછીથી આ રાઈટસ તેણે ધવલ દેવરાજ જૈનને સોંપી દીધા હતા. જેમાં વિશાલે 0.125 ટકા અને જૈને 4.875 ટકા હિસ્સેદારી રાખી હતી.ધવલ જૈને તેના એક સાથીદાર જોન સ્ટેટસ ઉર્ફે પંડે સાથે મળી એક વાઈટ-લેબલ સટ્ટાબાજી એપ તૈયાર કરી અને આ પ્લેટફૉર્મ 11 સ્ટાર્સ.ઈનના નામે વિશાલને પૂરું પાડયું હતું. આ સમગ્ર રમતમાં મયૂર પદ્યા નામનો હવાલા ઓપરેટર સામેલ હતો જે રોકડમાં પૈસાની હેરાફેરી અને ટ્રાન્ઝેકશન સંભાળતો હતો. આ સમર્ગ નેટવર્કમાં વાઈટ લેબલ એપ્સ દ્વારા સટ્ટાબાજીને ઓપરેટ કરવામાં આવતું હતું. એડમીન રાઈટસને નફના વહેચાણ સાથે ફેરવવામાં આવતો હતો અને પૈસાની લેતી-દેતી હવાલા સિસ્ટમથી કરવામાં આવતી હતી. ઈડી હાલ આ સમગ્ર કૌભાંડના નેટવર્કની ડિજીટલ અને ફાઈનાન્શિયલ જાણકારી ઉંડાણપૂર્વક તપાસ કરી હતી.


