AMC પૂર્વઝોનના પ્રોપર્ટી ટેક્ષ વિભાગ દ્વારા વારંવાર નોટિસો આપવા છતાં ધરાર ટેક્સ નહીં ચૂકવનાર સામે કડક પગલાં લેવામાં આવ્યા છે અને કુલ રૂ. 3.45 કરોડના બાકી ટેક્ષ બદલ 306 મિલકતો પર 7-12ના રેકર્ડમાં બોજો નોંધવામાં આવ્યો છે.
ઉપરાંત, રૂ. 41.15 લાખના બાકી વેરા બદલવધુ 69 મિલકતો પર બોજા નોંધવામાં આવ્યો છે. જેના પરિણામે બોજો મૂકવામાં આવેલી મિલ્કત પરનો AMCનો બાકટેક્સ ચૂક્વ્યા વિના તે મિલ્કતો અન્ય કોઈના નામે ટ્રાન્સફર થઈ શકશે નહીં. આમ, પ્રોપર્ટી ટેક્ષની ચુકવણી ન કરનાર અંતર્ગત કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. ચાલુ વર્ષ દરમ્યાન કુલ 118 મિલકતો પર બોજા નોંધવાની પ્રક્રિયા હાલમાં અમલમાં છે. દિવાળી પછીના સમયગાળા દરમ્યાન ઝીરો ટોલરન્સ નીતિ હેઠળ કુલ 100 મિલકતો પર બોજા નોંધ કરવામાં આવી છે, જેમાં બાકી વેરાની ચુકવણી થયા બાદ જ મિલકતનું ટ્રાન્સફર શક્ય રહેશે. પૂર્વઝોન પ્રોપર્ટી ટેક્ષ વિભાગ દ્વારા તમામ બાકી કરદાતાઓને મેસેજના માધ્યમથી મિલકત વેરાની તાત્કાલિક ચુકવણી કરવા તાકીદ કરવામાં આવી છે. ભવિષ્યમાં પ્રોપર્ટીટેક્ષની ચુકવણી ન કરનાર કરદાતાઓ સામે મિલકત સીલ કરવી, નળ-ગટરનાં કનેક્શન કપાવા, સરકારશ્રીના રેકર્ડમાં બોજા નોંધ, મિલકત જપ્તી, હરાજી તેમજ જરૂરી હોય ત્યાં પોલીસ ફરિયાદ સુધીના કડક પગલાં લેવામાં આવશે. રહેણાંક તેમજ બિનરહેણાંક તમામ મિલકત કરદાતાઓને સત્વરે બાકી પ્રોપર્ટી ટેક્ષ ભરવા અપીલ કરવામાં આવે છે.


