બિગ બેશ સ્પોર્ટ્સ ફાઉન્ડેશન તથા સહજાનંદ ફાઉન્ડેશન દ્વારા તથા ગુજરાત ક્રિકેટ એસોસિયેશનના સહયોથી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગુજરાત વિમેન્સ ચેમ્પિયનશિપ ક્રિકેટ ટૂર્નામેન્ટનો પ્રારંભ થયો છે.
આ ઇવેન્ટના ઉદ્ઘાટન પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના પત્ની સોનલ શાહ, બીસીસીઆઇ એપેક્સ કાઉન્સિલ સભ્ય તથા ભૂતપૂર્વ ભારતીય સુકાની શુભાંગી કુલકર્ણીએ હાજરી આપી હતી. 24મી નવેમ્બરે ફાઇનલ મુકાબલો રમાશે જેમાં ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિયેશના વરિષ્ઠ પ્રમુખ અજય પટેલ સહિત જીસીએના હોદ્દેદારો અને રમતપ્રેમીઓ હાજર રહેશે. આ ઇવેન્ટ દ્વારા મહિલા ક્રિકેટ તથા ચેમ્પિયન મહિલા સશક્તિકરણની ઉજવણી પણ કરવામાં આવશે.