- એરપોર્ટ પર ફ્લાઈટની દૈનિક મુવમેન્ટ વધીને સરેરાશ 240 થઈ
- 20 નવેમ્બર 2023એ સૌથી વધુ 42,224 મુસાફરોએ મુસાફરી કરી
- વાયબ્રન્ટ ગુજરાત, જી20, અને વર્લ્ડ કપને કારણે મુસાફરો વધ્યાં
અમદાવાદમાં આવેલા સરદાર વલ્લભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટે એક નવો માઈલસ્ટોન હાંસલ કર્યો છે. સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ફ્લાઈટની દૈનિક મુવમેન્ટ વધીને સરેરાશ 240 થઈ ગઈ છે. અમદાવાદ એરપોર્ટે 10 મિલિયન પેસેન્જરનો માઈલસ્ટોન હાંસલ કર્યો છે.
20 નવેમ્બર 2023એ સૌથી વધુ 42,224 મુસાફરોએ મુસાફરી કરી
વધુમાં મળતી માહિતી મુજબ, અમદાવાદ એરપોર્ટ પર દૈનિક સરેરાશ 240 ફ્લાઈટની અવર-જવર નોંધાઈ છે. સરદાવ વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર 20 નવેમ્બર 2023એ સૌથી વધુ 42,224 મુસાફરોએ મુસાફરી કરી હતી. વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ, જી20, યુ20 અને વર્લ્ડ કપ મેચો જેવી મોટી ઈવેન્ટ્સને કારણે એરપોર્ટ પર મુસાફરોની સંખ્યા વધુ રહી હતી.
એરપોર્ટ 42 ડોમેસ્ટિક ડેસ્ટિનેશનમાં કનેક્ટિવીટી આપે છે
સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ 42 ડોમેસ્ટિક ડેસ્ટિનેશનમાં કનેક્ટિવીટી આપે છે. અમદાવાદનું સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ 15 ઈન્ટરનેશનલ ડેસ્ટિનેશનમાં કનેક્ટિવિટી આપે છે. અમદાવાદ એરપોર્ટ અથવા સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ (SVPIA) ગુજરાતના મુખ્ય પ્રવેશદ્વાર તરીકે સેવા આપે છે. અમદાવાદ, ગુજરાતનું સૌથી મોટું શહેર, એક અગ્રણી વ્યાપારી કેન્દ્ર છે અને તે ભારતનું પ્રથમ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સિટી છે. પરિણામે, અમદાવાદ એરપોર્ટ (સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ અથવા SVPIA)નો તાજેતરના વર્ષોમાં નોંધપાત્ર વિકાસ થયો છે.
અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ
આ એરપોર્ટ અસંખ્ય સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સની સુવિધા આપે છે. તે ડાઇનિંગ, શોપિંગ વગેરેમાં વિવિધ પ્રકારની સુવિધાઓ પણ પ્રદાન કરે છે. જેમ-જેમ તમે એરપોર્ટનું અન્વેષણ કરશો, તેમ તેમ તમને આર્ટ ઇન્સ્ટોલેશન્સ જોવા મળશે. જેમાં સરદાર વલ્લભભાઈ પટેલની 18 ફૂટ ઊંચી પ્રતિમાનો સમાવેશ થાય છે. અમદાવાદ એરપોર્ટ નજીક ઘણી હોટલો છે, જે પ્રવાસીઓને આવાસના સરળ વિકલ્પો પ્રદાન કરે છે.


