- ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાને મારી નાખવાની ધમકી
- પાડોશમાં ઓફિસ ધરાવતા ઈરફાને મારી નાખવાની આપી ધમકી
- ઇમરાન ખેડાવાલા કે પરિવારના સભ્યની હત્યાની ધમકી
અમદાવાદના જમલાપુરના કોગ્રેસના ધારાસભ્ય ઈમરાનખેડાવાલે પાડોશમાં રહેતા યુવકે જાનથી મારી નાખવાની ધમકી આપી છે.પાડોશમાં ઓફિસ ધરાવતા ઈરફાન ઉર્ફે સ્ટીલ નાગોરીએ ધમકી આપતા ખેડાવાલાએ ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.તો પોલીસે યુવકની અટકાયત કરી વધુ પૂછપરછ હાથધરી છે.
પરિવારના એક સભ્યની હત્યાની ધમકી
ઈમરાનખેડા વાલા એ જમલાપુરના ધારાસભ્ય છે અને તેમની ઓફીસ જમાલપુરમાં આવેલી છે,કોઈ અંગત કારણોસર તેમની ઓફીસની પાસે રહેતા યુવકે તેમને અને તેમના પરિવારના કોઈ એક સભ્યને મારી નાંખવાની ધમકી આપતા પરિવાર ચિંતામાં મૂકાયો છે,કયા કારણોસર ધમકી આપી તેને લઈ હાલ કોઈ માહિતી સામે આવી નથી પણ પોલીસ ફરિયાદના આધારે પોલીસે પૂછપરછ હાથધરી છે,આ પૂછપરછમાં અનેક ખુલાસાઓ થવાની શકયતા સેવાઈ રહી છે.
સાબરમતી વિસ્તારમાં યુવકને મારી નાખવાની મળી ધમકી
અમદાવાદના સાબરમતી વિસ્તારમાંથી ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સોશિયલ મીડિયા પરની એક પોસ્ટને લઈ યુવકનું અપહરણ કરી તેની સાથે અમાનવીય વર્તન કરવામાં આવ્યું હોવાની ઘટના બની છે. 19 વર્ષીય યુવકે મુકેલી પોસ્ટ જોઈને ઉશ્કેરાયેલા સોશિયલ મીડિયા ઈન્ફ્લ્યુએન્સરે તેના ઘરેથી અપહરણ કરી માર મારી વીડિયો બનાવી ક્રૂરતાની હદ વટાવી હતી. જો કે, આ મામલે ગુનો દાખલ થતા પોલીસે આરોપી અને તેના સાગરીતોને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબીના એક પરિવારને જાનથી મારી નાખવાની ધમકી મળી
મોરબીના શોભેશ્વર રોડ પર કુબેર ટોકીઝ પાછળ રહેતા સંગીતાબેન શીરોયાએ આરોપીઓ આરીફ મિયાણા, ઇકબાલ, અલ્તાફ અને સાગીર એમ ચાર આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. જેમાં જણાવ્યું છે કે, ફરિયાદી સંગીતાબેનના દિયર રાહુલ અને તેના મિત્ર વિશાલ બંને મિત્રોને રોડ પર ઉભા રાખી દોઢેક માસ પહેલાં ઝઘડો કર્યો હતો. જેથી તું હવે તારા સગાને બોલાવી લે કહીને આરીફ છરી લઈને દોડ્યો હતો. જેથી બને ઘરે ભાગી ગયા હતા.


