અમદાવાદ -મુબઈ વંદે ભારત ટ્રેનનો પ્રારંભ : અમરેલી -ખીજડીયા સુધી બ્રોડગેજ લાઈનનુ ખાતમુહૂર્ત કરતા વડાપ્રધાન
રેલ્વે મંત્રાલય દ્વારા મુસાફરી આરામદાયક અને ઝડપી બને તે માટે નવી ટ્રેનો શરૂ કરવામાં આવી રહી છે જેમાં અમદાવાદ જામનગર વચ્ચે દોડતી વંદે ભારત ટ્રેનને ઓખા સુધી લાંબાવામા આવી છે જ્યારે અમદાવાદ મુંબઈ વચ્ચે આજથી વંદે ભારત ટ્રેનને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લીલીઝંડી આપી હતી.જયારે અમરેલી ખીજડીયા વચ્ચે બ્રોડગેજ લાઈન નાખવા માટેનું ખાત મુહુર્ત વડાપ્રધાન દ્વારા કરવામાં આવ્યું હતું.આમ અમદાવાદ ઓખા વચ્ચે વંદે ભારત ટ્રેનને ઓખા સુધી લાંબાવામા આવતા ટ્રેનના મુસાફરીના સમયમાં કોઈ વધારો થશે નહીં અને સમયસર પહોંચશે.
રાજકોટ રેલવે સ્ટેશન ઉપરથી દરરોજની ૨૦ જોડીથી વધુ ટ્રેન દેશના વિવિધ રાજ્યોમાં દોડાવવામા આવી રહી છે જેમાં મુંબઈ, હરીદ્વાર, એર્નાકુલમ, ત્રિવેન્દ્રમ, રામેશ્વર, ગૌહાટી સહિત અન્ય શહેરોમાં પણ ટેન દોડી રહી છે ત્યારે અમદાવાદ જામનગર વચ્ચે દોડતી વંદે ભારત ટ્રેનને ઓખા સુધી લંબાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લીલીઝંડી આપી હતી.
આ ઉપરાંત અમદાવાદ મુંબઈ વચ્ચે દરરોજની ૨૦ વધુ ટ્રેન મુંબઈ જવા માટે દોડે છે જેમાં મુસાફરીનો સમય વધારે લાગતો હોય રેલ્વે તંત્ર દ્વારા મુસાફરો ઝડપથી પહોંચી શકે તે માટે અમદાવાદ મુંબઈ વચ્ચે આજથી વંદે ભારત ટ્રેનને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.
અમરેલી ખીજડીયા બ્રોડગેજ લાઈનનુ ખાતમુહૂર્ત કરાયું
અમરેલીથી મુંબઈ તથા દેશના અન્ય રાજ્યોમાં જવા માટે કોઈ સીધી ટ્રેનની સુવિધા ન હોવાના કારણે લીલીય તથા સાવરકુંડલા જવું પડતું હતું તેના બદલે આ સુવિધા અમરેલીથી મળી રહે તે માટે આજથી થોડા સમય પહેલા બ્રોડગેજની સુવિધા આપવા માટે આંદોલન કરવામાં આવ્યું હતું જેના સંદર્ભમાં અમરેલી થી ખીજડીયા સુધી ૧૩ કિલોમીટરની બ્રોડગેજ લાઈનના પાટા નાખવા માટેનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખાત મુહુર્ત કર્યું હતું. આમ આ રેલ પાટા બીછાવી દીધા બાદ અમરેલીની પ્રજાને એકાદ વર્ષ પછી સુરત, મુંબઈ તરફ જવા માટેની ટ્રેનની સીધી સેવાનો લાભ મળશે.
ભક્તિનગર સ્ટેશન રિ-ડેવલપનુ ૪૦ ટકા કામ પૂર્ણ
ભક્તિનગર રેલવે સ્ટેશનને રિ-ડેવલપમેન્ટ કરવામા આવનાર છે જેમાં બ્યુટીફીકેશન તથા સ્ટેશન આધુનિક બનાવવા માટે માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ખાત મુહુર્ત કર્યું હતું જેમાં ૪૦ ટકા કામ પૂર્ણ થઈ ગયુ છે અને બાકીનું કામ આવતા મહીનામાં પૂર્ણ કરવાની ડેડ લાઈન આપવામાં આવી છે. ભક્તિ નગર રેલવે સ્ટેશન રૂપિયા ૯.૮૩ કરોડના ખર્ચે રી ડેવલપમેન્ટ કરવામા આવશે જેમાં સ્ટેશનની નવી ડિઝાઇન તથા પાર્કિંગ અને બ્યુટીફીકેશન કરવા માટેનુ કામ ચાલી રહ્યું છે જેમાં અત્યાર સુધીમાં ૪૦ ટકા કામ પૂર્ણ થયું છે અને બાકીનું કામ બે મહીનામાં પુર્ણ કરવાની ડેડ લાઈન આપવામાં આવી છે


