- ટ્રસ્ટી, ખલાસી અને પોલીસની બંધ બારણે મિટિંગ
- ખલાસીઓને સમજાવટ બાદ પોલીસે અને ટ્રસ્ટીઓએ હાશકારો અનુભવ્યો
- પોલીસે મધ્યસ્થી દાખવીને આ મામલાને થાળે પાડયો
રથયાત્રા પહેલાં રથ ખેંચવા અંગે મંદિરના મહંત દિલીપદાસજી મહારાજે આપેલા નિવેદનનો વીડિયો સામે આવ્યા બાદ ખલાસીઓમાં રોષ જોવા મળ્યો હતો.
રોષ એટલો હતો કે સમગ્ર મામલો રવિવારે મોડી રાતે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. વાયરલ થયેલા વીડિયોમાં મહંતે કહ્યું હતું કે, રથ ખેંચવાનું સૌભાગ્ય ખલાસીઓ જ નહીં પરંતુ સૌ કોઈ ખેંચતા હોય છે. જોકે પોલીસે મધ્યસ્થી કરીને આ સમગ્ર મામલે ખલાસી અને મંદિરના ટ્રસ્ટીઓ સાથે બંધ બારણે બેઠક કરીને વિવાદનો અંત લાવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજીના નિવેદનનો એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં તેઓએ માત્ર ખલાસીઓ જ રથ ખેંચે એવું નથી. આ નિવેદન બાદ ખલાસીઓ ભારે નારાજગી જોવા મળતા ખલાસીઓ ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા. જોકે સોમવારે પોલીસે મધ્યસ્થી દાખવીને ખલાસીઓ અને મંદિરના ટ્રસ્ટી વચ્ચે બેઠક યોજીને આ મામલાને થાળે પાડયો હતો. ખલાસીઓને સમજાવટ બાદ પોલીસે અને ટ્રસ્ટીઓએ હાશકારો અનુભવ્યો હતો.


