ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ઉપસુકાની સ્મૃતિ મંધાના અને ફિલ્મમેકર-કંપોઝર પલાશના લગ્નને અનિશ્ચિત સમય માટે રોકી દેવાયા છે. સોશિયલ મીડિયા પર હવે અલગ કહાણીએ આકાર લીધો છે. પહેલા રિપોર્ટ આવ્યો હતો કે સ્મૃતિના પિતા શ્રીનિવાસ મંધાને સંભવિત હાર્ટએટેકના લક્ષણોને કારણે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. તેના બીજા દિવસે સમાચાર આવ્યા હતા કે પલાશ મુછ્છલને પણ અચાનક આરોગ્ય સમસ્યાઓને કારણે દાખલ થવાની નોબત આવી હતી. દરમિયાનલોકોએ સોશિયલ મીડિયા પર એક મોટી વાત નોટીસ કરી હતી કે સ્મૃતિએ પોતાના ઇન્સ્ટાગ્રામ પરથી સગાઇની તસવીરો અને પ્રપોઝલ વીડિયો ડિલીટ કરી દીધો છે.
દરમિયાન પલાશની બહેન પલકે એક સો.મીડિયા પોસ્ટ મારફત પરિવારની પ્રાઇવેસીનું સન્માન કરવાની અપીલ કરી હતી અને અહીંથી જ અટકળોને વેગ મળવો શરૂ થયો હતો. રેડિયના એક યૂઝરે સોશિયલ મીડિયા પર કથિત ચેટ્સના સ્ક્રીનશોટ શેર કર્યા બાદ વિવાદ વકર્યો હતો. તેના વિશે દાવો કરાયો હતો કે આ ચેટ પલાશ અને એક મહિલા મેરી ડી કોસ્ટા વચ્ચેની છે. જોકે, હવે તે એકાઉન્ટ અને પ્રોફાઇલ પિક્ચર ડિલીટ થઇ ગયા છે પરંતુ ચેટ્સ ઝડપથી વાઇરલ થઇ હતી. સ્ક્રીનશોટ્સમાં કથિત રીતે જોવા મળી રહ્યું છે કે તે મે 2025ની છે. તેમાં પલાશના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટથી મહિલાને ચેટ મોકલાઇ હતી જેમાં તે મહિલાને સ્વિમિંગ માટે અને મળવા માટે આમંત્રણ આપતો હતો.


