- અકસ્માતના એક કેસમાં પૈસા આપવા દબાણનો આક્ષેપ
- યુવકે આપઘાત કરતા પરિજનોએ મચાવ્યો હોબાળો
- બાકરોલ નજીક નર્મદા કેનાલમાં યુવકનો આપઘાત
અમદાવાદના કણભામાં રહેતા યુવકે આત્મહત્યા કરી લઇને જીવનલીલા સમેટી લીધી હતી. શિવ હોસ્પિટલમાં નોકરી કરતા યુવકે કર્યો આપઘાત. વોટ્સઅપ પર સ્યુસાઈડ નોટ મુકી કેનાલમાં ઝંપલાવ્યું. સ્યુસાઈડ નોટમાં શિવ હોસ્પિટલ સામે યુવકના ગંભીર આક્ષેપ. હોસ્પિટલે રૂ. 5 લાખ આપવાનું દબાણ કરતા આપઘાત કરી લીધાનો સ્યુસાઈડ નોટમાં ઉલ્લેખ કર્યો છે. અકસ્માતના એક કેસમાં પૈસા આપવા દબાણનો આક્ષેપ કર્યો છે. આત્મહત્યા પહેલા યુવકે જે સ્થળે એટલે કે શિવ હોસ્પિટલ સામે આરોપ લગાવ્યા હતા કે તેના પર વારંવાર 5 લાખનું દબાણ કરવામાં આવતુ હતુ આખરે કંટાળીને તેણે આત્મહત્યા કરી લીધી છે.
પ્રિન્સ પટેલ નામના યુવકે કર્યો આપઘાત

સમગ્ર મામલે યુવકે આપઘાત કરતા પરિજનોએ મચાવ્યો હોબાળો. સ્યુસાઈડ નોટના આધારે અકસ્માતે મોતનો ગુનો નોંધાયો. સમગ્ર મામલે કણભા પોલીસે વધુ તપાસ હાથ ધરી આગળની કાર્યવાહી શરૂ કરી છે.


