- સરદારનગરમાં 2 આરોપીએ આચર્યું દુષ્કર્મ
- ઇન્સ્ટાગ્રામ દ્વારા થઇ હતી મિત્રતા
- અંગત ફોટા વાયરલ કરવાની ધમકી આપી
અમદાવાદમાં 13 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હોવાનો મામલો સામે આવ્યો હતો. જેમાં સરદારનગરમાં 2 આરોપીએ 13 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. ઇન્સ્ટાગ્રામ દ્વારા આ આરોપીઓએ સગીરા સાથે મિત્રતા કરી હતી.
અંગત ફોટા વાયરલ કરવાની ધમકી આપી હતી
ઇન્સ્ટાગ્રામ દ્વારા મિત્રતા કરીને આ આરોપીઓ દુષ્કર્મ આચરતા હોવાનું પણ સામે આવ્યું છે. અલગ અલગ જગ્યા પર લઈ જઈને દુષ્કર્મ આચર્યું હોવાનું પણ સામે આવ્યું હતું. સાથે જ સગીરાના અંગત ફોટા વાયરલ કરવાની ધમકી પણ આપી હતી.
13 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મ આચર્યું
સરદારનગરમાં 2 આરોપીએ અલગ અલગ જગ્યા લઈ જઈ 13 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હોવાનું પણ સામે આવી રહ્યું છે. આ આરોપીઓ અંગત ફોટા વાયરલ કરવાની ધમકી પણ આપીને દુષ્કર્મ આચરતા હતા. જે બાદ પોલીસ દ્વારા આ બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
યુપી સરકાર દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી
અયોધ્યામાં પણ આવી જ એક ઘટના સામે આવી હતી. જેમાં અયોધ્યા રેપ કેસમાં યુપી સરકાર દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. કેસ નોંધવામાં મોડું કરવા બદલ કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં SHO અને ચોકી ઈન્ચાર્જને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સાથે જ મુખ્ય આરોપી મોઈદની સંપતિઓની તપાસ શરુ છે.


