- મદરેસાના સરવે માટે ગયેલા આચાર્યને ટોળાએ માર માર્યો
- મદરેસામાં સરવેની કામગીરી દરમિયાન આચાર્યને માર મરાયો
- આચાર્યએ દરિયાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી
ગુજરાતમાં અનેક મદરેસા ચાલે છે આ મદરેસામાં સરવે હાથ ધરાયો હતો. મદરેસામાં સરવે કામગીરી દરમિયાન મારામારી થઇ હતી. મદરેસાના સરવે માટે ગયેલા આચાર્યને ટોળાએ માર માર્યો છે. અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં આ ઘટના બની હતી. આચાર્યએ દરિયાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. કેન્દ્ર સરકારનાં બાળ સંરક્ષણ વિભાગના આદેશ પ્રમાણે મદરેસામાં સરવે માટે ગયેલા આચાર્યને ટોળાએ માર માર્યો હતો.
બાપુનગર સ્મૃતિ સ્કૂલમાં ફરજ બજાવતા આચાર્યને માર માર્યો.
મદરેસાના સરવે માટે ગયેલા આચાર્યને ટોળાએ માર માર્યો. મદરેસામાં સરવેની કામગીરી દરમિયાન આચાર્યને માર મરાયો. અમદાવાદના દરિયાપુર વિસ્તારનો બનાવ. આચાર્યએ દરિયાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. સુલતાન મહોલ્લામાં સરવે કરવા ગયેલા આચાર્ય પર હુમલો. મદરેસા બંધ હોવાથી આચાર્ય પુરાવા માટે ફોટો લઈ રહ્યા હતા. બાપુનગર સ્મૃતિ સ્કૂલમાં ફરજ બજાવતા આચાર્યને માર માર્યો.
સમગ્ર મામલે ધારાસભ્યનું કૌશિક જૈનનું નિવેદન
‘હુમલો કરનાર અસામાજિક તત્વોને છોડવામાં નહીં આવે’. શાંતિ ભંગ કરનારાને બક્ષવામાં નહીં આવે. આ પ્રકારે હુમલો કરવાના બદલે સહકાર આપો. ‘મદરેસામાં અભ્યાસનો અભાવ હશે તો સુધારવા પ્રયાસ કરશું’મદરેસામાં અભ્યાસ કરતા બાળકોએ સામાન્ય શિક્ષણ લેવુ આવશ્યક છે
મદરેસામાંથી અનેકનું મૅપિંગ થઇ ચુક્યું છે
મદરેસામાંથી અનેકનું મૅપિંગ થઇ ચુક્યું છે જ્યારે કેટલાક મદરેસાનું મૅપિંગ થયું નથી. તેથી, રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગે ગુજરાત રાજ્યના મુખ્ય સચિવને સમન્સ પાઠવ્યો છે. જેમાં રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા રાજ્યની તમામ શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને લઈને સરવે કરવા સૂચના આપવામાં આવી છે. આ સરવેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, મદરેસામાં અભ્યાસ કરતા બાળકોએ સામાન્ય શિક્ષણ લેવુ આવશ્યક છે. તેથી, મદરેસામાં અભ્યાસ કરતા બાળકો સામાન્ય શિક્ષણ લે છે કે નહીં તેનો સરવે કરવા સૂચન કરવામાં આવ્યું છે.
રાજયના શિક્ષણ વિભાગ દ્વારા નોટીફીકેશન ઇસ્યુ કરવામાં આવ્યું છે
રાજયના તમામ મદરેસા અને તેમા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો સરવે કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેના ભાગરૂપે રાજયના શિક્ષણ વિભાગ દ્વારા નોટીફીકેશન ઇસ્યુ કરવામાં આવ્યું છે અને રાજયના સ્કુલ કમિશનર તથા પ્રાથમિક શિક્ષણના ડાયરેકટરને મદરેસા તથા વિદ્યાર્થીઓનો સરવે હાથ ધરવા સૂચના આપવામાં આવી છે. તમામ મદરેસાઓની સંખ્યા તથા તેમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સંખ્યા સહિતની માહિતી શિક્ષણ વિભાગ દ્વારા શરુ કરવામાં આવી છે. તો બીજી તરફ આ સરવેની કાર્યવાહીમાં મૌલવીઓ દ્વારા ખૂબ જ સારો પ્રતિસાદ આપવામાં આવ્યો છે.


