- સ્કૂલવર્ધી એસોસિએશને હડતાળ પર જવાનો નિર્ણય લીધો છે
- સ્કૂલવર્ધી એસોસિએશનની હડતાળનો બીજો દિવસ
- સ્કૂલવાન,રિક્ષામાં ફાયર સર્ટિ. ફરજીયાત કરાયું છે
રાજકોટમાં બનેલા અગ્નિકાંડ બાદ તંત્ર ઘોર નિંદ્રામાંથી જાગી ગયુ અને વેકેશન ખુલ્યા બાદ અચાનક ફરી આવી કોઇ દુર્ઘટના ન સર્જાય તે માટે આકરા નિયમોનું પાલન કરાવવામાં મેદાને ઉતર્યુ છે. બાળકોની સેફ્ટીને લઇને નિયમો કડક બનાવી દેવામાં આવ્યા છે. સ્કૂલવાનવાળા આ નિયમો સામે બાંયો ચડાવી છે અને હડતાળ પર ઉતર્યા છે. આજે હડતાળનો બીજો દિવસ છે બીજા દિવસે વાલીઓ પરેશાન. હડતાળ સમેટાઈ જાય તેવી વાલીઓએ કરી અપીલ. સ્કૂલવાન,રિક્ષામાં ફાયર સર્ટિ. ફરજીયાત કરાયું છે. અમદાવાદમાં 10 હજારથી વધુ સ્કુલવાન ચાલકો છે
બાળકોની સુરક્ષા પહેલી પ્રાથમિકતા છે. સ્કુલ વાનચાલકો નિયમનું પાલન કરી હડતાળ સમેટી લે.
ટ્રાફિક પોલીસ અને RTOની કામગીરીનો વિરોધ તથા પડતર પ્રશ્નો અને ધીમી પાસિંગ પ્રક્રિયાથી નારાજ થતા સ્કૂલવર્ધી એસોસિએશને હડતાળ પર જવાનો નિર્ણય લીધો છે. આ અચોક્કસ મુદતની હડતાલ છે. હળતાળના નિર્ણયથી વાલીઓની ચિંતામાં વધારો થયો છે. વહેલી સવારથી વાલીઓ પોતાના સંતાનોને સ્કૂલમાં છોડવા જતા નજરે પડ્યા હતા.
સ્કૂલ વાન અને સ્કૂલ રિક્ષા માટે સેફ્ટી સર્ટિફિકેટ અનિવાર્ય રાખવામાં આવ્યું છે
મહત્વનું છે કે, રાજકોટ ગેમઝોન આગકાંડ બાદ સ્કૂલ વાન અને સ્કૂલ રિક્ષા માટે સેફ્ટી સર્ટિફિકેટ અનિવાર્ય રાખવામાં આવ્યું છે. RTO કચેરી તેની તપાસ પણ કરી રહી છે. ત્યારે એસોસિયેશને નિયમોના પાલન માટે સરકાર પાસે બે થી ત્રણ મહિનાનો સમય માંગ્યો હતો. આ સમય ન મળતા વિરોધ કરવામાં આવી રહ્યો છે.


