- અમદાવાદ એરપોર્ટ પરથી 2.12 કિલો હેરોઇન સાથે ઝડપાઇ હતી મહિલા
- સ્કૂલ બેંગમાં હેરોઇનનો જથ્થો સંતડીને લાવી હતી મહિલા
- અત્યાર સુધી 3 વખત ભારત ડ્રગ્સ ની ડિલિવરી કરવા આવી હોવાનો ખુલાસો
અમદાવાદમાં વિદેશી મહિલા ડ્રગ્સ હેરાફેરી કરતી એરપોર્ટ પરથી ઝડપાઈ હતી. NCB એ 2.12 કિલો હેરોઇનના જથ્થા સાથે ફિલિપાઇન્સની મહિલાની ધરપકડ કરી. આંતરરાષ્ટ્રીય ડ્રગ્સની હેરાફેરી કનેક્શન ખુલતા NCB એ મહિલાની પૂછપરછ શરૂ કરી. જેમાં NCBને ઘણી મહત્વની માહિતી મળી છે. જાણવા મળ્યું છે કે મહિલા પહેલા પણ ભારત આવી ચૂકી છે.
NCB એ 41 વર્ષીય ફિલિપાઇન્સની મહિલા જીનાલીન પડીવાન લીમોનની હેરોઇનના જથ્થા સાથે અમદાવાદ એરપોર્ટ પરથી ધરપકડ કરી હતી. NCB ને બાતમી મળી હતી કે વિદેશ માંથી ડ્રગ્સની હેરાફેરી કરવા માટે એક મહિલા અમદાવાદ ઇન્ટર નેશનલ એરપોર્ટ પર આવી રહી છે. જેને લઇને NCB ની ટીમ એરપોર્ટ પરથી મહિલાની અટકાયત કરી તપાસ કરતા સ્કૂલ બેંગમાં હેરોઇનનો જથ્થો સંતાડ્યો હતો. જે સ્કૂલ બેંગમા 2. 121 કિલો હેરોઇન કુલ 15 કરોડની કિંમત મુદ્દામાલ કબજે કરી મહિલાની ધરપકડ કરી. વિદેશી મહિલા Laos દેશ ના Vientiane એરપોર્ટ થી અમદાવાદ એરપોર્ટ પહોંચી હતી. જોકે વિદેશી મહિલા ડ્રગ્સ કેરિયર તરીકે કામ કરી રહી છે અને વિદેશથી ડ્રગ્સ ભારતમાં ઘુસાડવા માટે એક ટ્રીપ ના 5 હજાર ડોલર મળતા હોવાનું તપાસમાં ખુલ્યું છે.

ફિલિપાઇન્સની મહિલાની ધરપકડ બાદ પૂછપરછ કરતા અત્યાર સુધી 3 વખત ભારત ડ્રગ્સ ની ડિલિવરી કરવા આવી હોવાનું સામે આવ્યું છે. જેમાં અગાઉ ટ્રાવેલ્સ હિસ્ટ્રી જોતા વર્ષ 2022 માં એપ્રિલ અને જૂન મહિનામાં દિલ્હી આવી હતી. ત્યારે પણ ડ્રગ્સ ડિલિવરી કર્યું હોઇ શકે છે. ત્યારે વિદેશી મહિલા ટુર એન્ડ ટ્રાવેલ્સ તેમજ કોસ્મેટિક્સ વસ્તુઓનો ધંધા ના બહાને ડ્રગ્સ ની હેરાફેરી કરે છે. જોકે મહિલા 3 બાળકો છે અને પતિ સાથે છૂટાછેડા થયા હોવાથી એકલી રહે છે.
જોકે, ડ્રગ્સ માફિયા ના સંપર્કમાં આવી ગઈ હોવાથી ડ્રગ્સ ની હેરાફેરી કરી રહી હોવાનુ કબૂલાત કરી રહી છે. જોકે ભારતમાં ડ્રગ્સ ની ડિલિવરી કરવાની Laos દેશમાં બેઠેલા ડ્રગ્સ માફિયા ફોન મા સૂચના મળ્યા બાદ આપવાનું હતું. જોકે ડ્રગ્સ કોઈ પાસે પહોંચે તે પહેલાં જ NCB ટીમે હેરોઇન નાં જથ્થા સાથે મહિલાની ધરપકડ કરી એક દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ શરૂ કરી છે. ગુજરાત મા ફરી એક વખત આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ માફિયા ડ્રગ્સ એરપોર્ટ થી ઘુસાડી રહ્યા છે. ત્યારે આ મહિલા એ અત્યાર સુધી કેટલી વખત ડ્રગ્સ ની હેરાફેરી કરી અને ડ્રગ્સ પહોંચાડ્યું છે જેને લઇ વધુ તપાસ શરૂ કરી છે.


