- ફાયર, એસ્ટેટ વિભાગનું બીજા દિવસે પણ ચેકિંગ
- ફાયર NOCને લઈ બે મોટી બ્રાન્ડના શો-રૂમ સીલ
- ક્રોમા અને ક્લોથિંગ સ્ટોર ઝૂડિયોને સીલ કરાયા
રાજકોટ અગ્નિકાંડ બાદ સફાળું જાગેલું અમદાવાદ મહાનગરપાલિકાનું તંત્ર છેલ્લા બે દિવસથી સમગ્ર શહેરમાં સતત જુદા જુદા એકમોની તપાસ કરીને કાર્યવાહી કરી રહ્યું છે ત્યારે આજે સતત બીજા દિવસે પણ અમદાવાદમાં ફાયર, એસ્ટેટ વિભાગ દ્વારા જુદા જુદા સ્થળોએ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
ત્યારે આજે પણ AMCના ફાયર વિભાગ અને એસ્ટેટ વિભાગના ચેકિંગમાં મોટી મોટી બ્રાન્ડના શો રૂમ ખાતે ફાયર સેફટીને લઈને ચેકિંગ કરવામાં આવ્યું જ્યાં ઘણા સ્થળોએ ફાયર સેફ્ટીના ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા જેને લઈને બે મોટા બ્રાન્ડેડ શોરૂમ સીલ કરવામાં આવ્યા હતા.

મળતી માહિતી મુજબ, ફાયર NOCના અભાવો જણાતા AMCના ફાયર વિભાગ દ્વારા બે મોટી બ્રાન્ડના શો-રૂમ સીલ કરવામાં આવ્યા છે. જાણવા મળી રહ્યું છે કે AMC દ્વારા ક્રોમા અને ક્લોથિંગ સ્ટોર ઝૂડિયો સીલ કરવામાં આવ્યા છે. તો, ઇસનપુર ખાતે આવેલ આવકાર હોલ પાસે આવેલ મોલને પણ ફાયર NOC ન હોવાને કારણે તંત્ર દ્વારા સીલ મારવામાં આવ્યો છે.


