- એક જ પરિવારના ચાર સદસ્યોએ નદીમાં કૂદ્યા
- ભુદરપુરામાં રહેતા પરિવારે આત્મહત્યાનો પ્રયત્ન કર્યો
- જમાઈના ત્રાસથી કંટાળી નદીમાં ઝંપલાવી દિધુ
અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ પાસે નદિમાં કૂદી પરિવારનો સામુહિક આત્મહત્યાનો પ્રયાસ નિષ્ફળ થયો છે. જેમાં એકજ પરિવારના ચાર સદસ્યોએ નદીમાં કૂદી આત્મહત્યાનો પ્રયત્ન કર્યો હતો. જેમાં ફાયર બ્રિગેડ તમામને બચાવી લીધા છે. જેમાં ભુદરપુરામાં રહેતા પરિવારે આત્મહત્યાનો પ્રયત્ન કર્યો હતો.
અગાઉ પરિવારે જમાઈ સામે સામે 498 સંદર્ભે ફરિયાદ નોંધાવી હતી
ઉલ્લેખનીય છે કે વૃદ્ધ માતા, તેઓની યુવાન દીકરી, દીકરો અને દીકરીના 6 વર્ષીય પુત્ર સાથે આત્મહત્યાનો પ્રયત્ન કર્યો હતો. તેમાં જમાઈના ત્રાસથી કંટાળી નદીમાં ઝંપલાવી દિધુ હતુ. સામુહિક આત્મહત્યાનો પ્રયાસ કરતા સ્થાનિકોમાં ચકચાર મચી છે. તેમજ સાબરમતી રિવરફ્રન્ટ પોલીસ દ્વારા તપાસ શરૂ કરાઇ છે. પરિણીતાએ છ વર્ષના બાળક, માતા અને ભાઈ સાથે નદીમાં ઝંપલાવ્યું હતુ. પતિના ત્રાસથી પરિવારે આ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. તેમજ અગાઉ પરિવારે જમાઈ સામે સામે 498 સંદર્ભે ફરિયાદ નોંધાવી હતી.
જાણો સમગ્ર ઘટના:
અમદાવાદના ચંદ્રનગર રિવરફ્રન્ટના વોક વે પર મોડી સાંજે પરિણીતાએ છ વર્ષના બાળક, માતા અને ભાઈ સાથે નદીમાં ઝંપલાવી સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પતિના ત્રાસથી પરિવારે આ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. આ ચારેય લોકો નદીમાં કુદ્યા એટલે આસપાસ લોકો પણ તેમને બચાવવા માટે ત્યાં પહોંચી ગયા હતા. આ સમયે ત્યાં હાજર કિન્નરો માનવતા દાખવી પોતે પહેરેલી સાડી નદીમાં નાખીને પરિવારને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ પાલડી પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ પણ નદીમાં કૂદ્યા અને નાના બાળક સહિત ચાર લોકોને બચાવી લીધા હતા. જ્યારે ફરીવાર લખેલ સુસાઈડ નોટ પાણીમાં પલળી જતા સાચી વિગતો જાણી શકાઈ નથી


