- પાન પાર્લર ધરાવતા યુવક સાથે કરી લાખોની ઠગાઈ
- રૂ. 98.77 લાખનું રોકાણ કરાવી આચરી છેતરપિંડી
- સાયબર ક્રાઈમે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી
ઘણા લોકો શેરબજારમાં રોકાણ કરીને લાખો કરોડો કમાઈ લેવાના સપના જોતાં હોય છે. પરંતુ શેરબજાર એક સટ્ટાથી ઓછું નથી. મોટાભાગના લોકોને શેરબજારમાં રોકાણ કેવી રીતે કરવું તેનો ખ્યાલ હોતો ન નથી અને ગમે તેમ રોકાણ કરીને પોતાનું પરસેવાની મુદઉ ગુમાવતાં હોય છે. ત્યારે, લોકોની આ ગરજનો ઘણા લેભાગુઓ ફાયદો ઉઠાવતા હોય છે. અમદાવાદમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં શેરબજારમાં રોકાણ કરવાની ટિપ્સ આપવાના બહાને એક શખ્સ સાથે લાખોની ઠગાઇ થઈ છે.
અમદાવાદમાં શેર બજારમાં રોકાણ બાબતે ટીપ્સ આપવાના બહાને લાખોની છેતરપિંડી કર્યાનો કિસ્સો સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ, અમદાવાદમાં પાન પાર્લર ધરાવતા ફરિયાદીનો ફેસબૂક પર શેર બજારમાં રોકાણની ટીપ્સ બાબતે અજાણ્યા વ્યક્તિ સાથે સંપર્ક થયો હતો. આ અજાણી વ્યક્તિએ તેના વોટ્સએપ ગ્રુપમાં એડ કરી ટીપ્સ આપવાના બહાને મોટું રોકાણ કરાવ્યુ હતુ.
જોકે, થોડા સમયબાદ રોકાણના નામે ઠગાઇ થયાનો અહેસાસ થતાં ફરિયાદ દાખલ કરવી હતી. શેરબજારની ટિપ્સ આપવાના બહાને શખ્સ સાથે કુલ રૂ. 98.77 લાખનું રોકાણ કરાવીને છેતરપિંડી આચરવામાં આવી હતી. જેને પગલે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ દાખલ કરી છે.


