આવતીકાલે એટલે 19 ડિસેમ્બરના રોજ નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે યોજાનારી આગામી ઇન્ડિયા અને સાઉથ આફ્રિકા વચ્ચેની ડે-નાઈટ T-20 ક્રિકેટ મેચના અનુસંધાને ટ્રેન સેવાઓને મધ્યરાત્રિના 12:30 વાગ્યા સુધી ચાલશે. જે કારણે સ્ટેડિયમની આસપાસના રસ્તા પર અવરજવર માટે પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
IND v SA ટી20 મેચના કારણે આ રસ્તાઓ રહેશે બંધ
- જનપથ ટીથી મોટેરા સ્ટેડિયમ મેઈન ગેટ થઈ કૃપા રેસિડેન્સી ટી થઈ મોટેરા ગામ ટી સુધીના માર્ગમાં અવરજવર પર પ્રતિબંધ રહેશે
વૈકલ્પિક રસ્તા
- તપોવન સર્કલથી ONGC ચાર રસ્તાથી વિસત ટી થઈને પાવર હાઉસ ચાર રસ્તા થઈ પ્રબોધ રાવળ સર્કલ સુધીના જત-આવતા માર્ગ પરથી અવરજવર કરી શકાશે
- કૃપા રેસિડેન્સી ટી થઈ શરણ સ્ટેટ્સ ચાર રસ્તા થઈ ભાટ કોટેશ્વર રોડ થઈ એપોલો સર્કલ તરફ અવરજવર કરી શકાશે
આ જાહેરનામું કોને લાગુ પડશે નહી?
- ક્રિકેટ મેચ સાથે જોડાયેલા વાહનો
- ફરજમાં રોકાયેલા સરકારી વાહનો
- ફાયર બ્રગેડ, એમ્બ્યુલન્સના વાહનો
- આકસ્મિક સંજોગોમાં વાહન સાથે અવરજવર કરનારા પર
- આ વિસ્તારમાં વસવાટ કરતા લોકો પર
જાહેરનામાંનો સમયગાળો
- 19 ડિસેમ્બર, 2025ના બપોરના 3 કલાકથી 20 ડિસેમ્બર, 2025ના રાત્રિના 2 કલાક સુધી આ જાહેરનામું લાગુ રહેશે


