- સોલા સિવિલમાં એક સપ્તાહમાં 1066 OPD નોંધાઈ
- છેલ્લા એક સપ્તાહમાં 1560 કેસ નોંધાયા
- ગરમીની અસર શહેરીજનોના સ્વાસ્થ્ય પર વર્તાઈ
એક તરફ ગુજરાતમાં કાળઝાળ ગરમી છે,તો બીજી તરફ રોગચાળાએ માથુ ઉચકયુ છે,અમદાવાદ સોલા સિવિલમાં છેલ્લા એક અઠવાડિયમાં અલગ-અલગ 1560 કેસ નોંધાયા છે,જેમાં ડેન્ગ્યુના શંકાસ્પદ 83 કેસ,મેલેરિયાના શંકાસ્પદ 223 કેસ,ચિકનગુનિયાના શંકાસ્પદ 6 કેસ તો વાયરલ ઇન્ફેક્શનના કેસમાં પણ વધારો થયો છે.
પાણીજન્ય રોગચાળો પણ વધ્યો
અમદાવાદમાં પાણીજન્ય રોગચાળો બેકાબૂ બની રહયો છે. ઝાડા ઉલટીના ૧૩૬૬ તથા કોલેરાના ૧૮ કેસ નોંધાયા છે.અમરાઈવાડી, વટવા,દાણીલીમડા ઉપરાંત મણીનગર,લાંભા, વસ્ત્રાલ ઉપરાંત ભાઈપુરા અને ઈન્દ્રપુરી વોર્ડમાં કોલેરાના કેસ એપ્રિલ મહિનામાં નોંધાયા છે.પાણીના લેવામાં આવેલા સેમ્પલ પૈકી ૧૩૪ સેમ્પલ મ્યુનિ.ના આરોગ્ય વિભાગે અનફીટ જાહેર કર્યા છે.
રોગચાળાને લઈ રાખો સાવચેતી
અમદાવાદમાં લાંબા સમયથી સ્વાઈન ફ્લુના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા 1 મહિનામાં 60થી વધારો કેસ નોંધાતા લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. ગત મહીને અમદાવાદ શહેરમાં સ્વાઈન ફ્લૂનો કહેર સામે આવ્યો છે. બીજી તરફ પાણીજન્ય રોગચાળો વધતાં અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા પણ શહેરની હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યા હતા. AMCએ સુચના આપી હતી કે , UHC અને PHC ખાતે ગરમીના કારણે આવતા દર્દીઓ અંગે સાવચેતી રાખવા સૂચના અપાઈ છે.
આરોગ્ય વિભાગની ચેકિંગ કરવા સૂચના
શહેરમાં દિવસે દિવસે પાણીજન્ય રોગચાળો પણ વધી રહ્યો છે. ખાસ કરીને પૂર્વ વિસ્તારમાં આવતા દક્ષિણ ઝોન અને પૂર્વ ઝોનમાં ઝાડા-ઉલટી અને કોલેરાના કેસો વધી રહ્યા છે. જેથી પાણીના સેમ્પલ લેવાની, બરફની ફેક્ટરીઓ, બરફ ગોળા, શિકંજી, પાણીપુરીની લારીઓ સહિત વિવિધ જગ્યાએ ફૂડ અને આરોગ્ય વિભાગને ચેકિંગ કરવા સૂચના અપાઇ છે.
કેચપીટોની સફાઈ કરવાની વિગતો માગી
ચોમાસા પહેલા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રી-મોન્સુન પ્લાન અંતર્ગત અત્યાર સુધીમાં શહેરના જુદા જુદા વિસ્તારોમાં કેટલી કેચપીટોની સફાઈ કરવામાં આવી છે, તેવી માહિતી ઇજનેર વિભાગ પાસે પણ વિગતો માગી હતી. ગત વર્ષે ચોમાસામાં સિંધુભવન રોડ, બોડકદેવ, બોપલ, નરોડા, વસ્ત્રાલ, હેલ્મેટ સર્કલ, વસ્ત્રાપુર, વેજલપુર, રાણીપ, વગેરે વિસ્તારોમાં પાણી ભરાયા હતા. તે બાબતને ગંભીર ગણીને શહેરમાં વિવિધ સ્થળે જળબંબાકારની પરિસ્થિતિનું પુનરાવર્તન ન થવું જોઈએ.


