- ACમાં બ્લાસ્ટ થયા મુદ્દે વાલીઓનો હોબાળો
- શાળાએ પહોંચી વાલીઓએ કર્યો હોબાળો
- બ્લાસ્ટથી બાળકો ડરી ગયા હતાઃ વાલીઓ
અમદાવાદના શેલામાં આવેલી એશિયાટીક સ્કૂલમાં ACમાં બ્લાસ્ટ થયો હતો. જે મુદ્દે વાલીઓએ હવે હોબાળો કર્યો છે. શેલાની એશિયાટીક સ્કૂલમાં ACમાં બ્લાસ્ટ થયા બાદ વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. વાલીઓ દ્વારા એવા આક્ષેપ લગાવવામાં આવી રહ્યા છે કે, સ્કૂલ સંચાલન દ્વારા આ બ્લાસ્ટ અંગે તેમણે કોઈ જાણ કરવામાં નથી આવી.
વાલીઓએ શાળાએ પહોંચીને હોબાળો મચાવ્યો
એશિયાટીક સ્કૂલમાં ACમાં બ્લાસ્ટ થયા મુદ્દે શાળાએ પહોંચીને હોબાળો કર્યો હતો. સાથે જ વાલીઓએ શાળામાં ફાયર સેફટીના સાધનોની તપાસ કરી હતી. મહત્વનું કહી શકાય કે, આ શાળામાં જે ACમાં બ્લાસ્ટ થયો તે અંગે વાલીઓને કોઈ જાણ ના કરવામાં આવી હોય તેવા આક્ષેપો લગાવવામાં આવી રહ્યા છે.
વાલીઓએ ફાયર સાધનનોની તપાસ કરી
સ્કૂલમાં પહોંચીને હોબાળો કરતાં વાલીઓએ જણાવ્યું કે, આ બ્લાસ્ટ અંગે તેમને કોઈ જાણ કરવામાં નથી આવી અને બાળકો આ બ્લાસ્ટને કારણે ખૂબ જ ડરી ગયા હતા. જેને લઈને વાલીઓએ જાતે જ સ્કૂલમાં પહોંચીને બાળકોની સુરક્ષા માટે સ્કૂલમાં મૂકવામાં આવેલા ફાયરસેફ્ટીના સાધનોની તપાસ કરી હતી.
બાળકોની સુરક્ષા માટે પગલાં ક્યારે લેવાશે?
મહત્વનું કહી શકાય કે, હજી તો રાજકોટમાં જે અગ્નિકાંડ થયો તે લોકો ભૂલી નથી શક્યા તેમ છતાં પણ આ સ્કૂલ દ્વારા બેદરકારી દાખવવામાં આવી રહી છે. સુરતનો એ તક્ષશિલા કાંડ, વડોદરાનો હરણીકાંડ અને ત્યારબાદ રાજકોટનો અગ્નિકાંડ આ 3 મોટી દુર્ઘટના બાદ પણ બાળકોની સુરક્ષા માટે કોઈ પગલાં લેવામાં નથી આવ્યા.


