કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસે આવ્યા છે. તેમણે અમદાવાદમાં વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા છે. તેઓ થલતેજમાં વૃક્ષા રોપણ કાર્યક્રમમાં પણ હાજર રહ્યા હતાં. તેમણે થલતેજમાં 861 EWS આવાસનું લોકાર્પણ કર્યું હતું.
થલતેજમાં 861 EWS આવાસનું લોકાર્પણ
કેન્દ્રીય ગૃહમંત્રીએ થલતેજમાં 861 EWS આવાસનું લોકાર્પણ કરતા કહ્યું હતું કે, ખરેખર મારા માટે આજનો દિવસ આનંદનો દિવસ છે. અનેક પરિવારને ઘરનું ઘર મળે છે. તમારી બાજુના બંગલાની કિંમત 20 કરોડથી ઓછી નહીં હોય.આ મકાન લોકોના જીવનમાં નવી શરૂઆત કરશે. અહીં અભ્યાસ, આરોગ્ય અને સામૂહિક મનોરંજનની વ્યવસ્થા કરી છે. વડીલો માટે બેસવા માટેની પણ અહીં વ્યવસ્થા કરવામાં આવી છે.
ખેલ સાંસદ મહોત્સવમાં 1.51 લાખ યુવાનોએ ભાગ લીધો
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગોતામાં મીની સ્પોર્ટ્સ કોમ્પલેક્ષનું ખાતમૂહુર્ત કર્યું હતું. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે, ગોતામાં ભવ્ય ખેલ સંકુલ બનાવવામાં આવશે.PM મોદીએ ખેલો ગુજરાતની શરુઆત કરી હતી.ખેલ સાંસદ મહોત્સવમાં 1.51 લાખ યુવાનોએ ભાગ લીધો હતો. બ્રિજની નીચે ખેલ સંકુલ અને લાયબ્રેરી બનાવ્યા છે.2036માં ઓલિમ્પિક પણ અમદાવાદમાં જ યોજાશે. આજે વિવિધ વિકાસકામોના લોકાર્પણ અને ખાતમૂહૂર્ત કર્યા છે.
બિહારમાં પણ કોંગ્રેસનો સફાયો થયો
લોકોમાં વડાપ્રધાન મોદીની લોકચાહના વધી રહી છે. બિહારમાં પણ કોંગ્રેસનો સફાયો થયો છે. બિહારમાં NDAની સરકાર બની છે. દેશની જનતા કોંગ્રેસને સ્વીકારતી નથી.બંગાળ અને તમિલનાડુમાં પણ ભાજપની સરકાર બનશે.


