- ટ્રાફિક પોલીસે બાઈકચાલકની કરી ધરપકડ
- મોહંમદ તનવીરે 7 જેટલા વીડિયો બનાવ્યા હતા
- બાઈક પર સ્ટંટ કરતા વીડિયો બનાવી કર્યા હતા વાયરલ
છેલ્લા કેટલાંક સમયથી અમદાવાદમાં સ્ટંટબાજો બેફામ બન્યા છે. અવારનવાર યુવાનો બાઇક કે કાર પર સ્ટંટ કરતાં હોવાના વિડીયો વાયરલ થતાં રહે છે ત્યારે આ પ્રકારના નબીરાઓને નાથવા માટે પોલીસ પણ સક્રિય કામ કરી રહી છે. ત્યારે આવા જ એક નબીરાને બાઇક પર સ્ટંટ કરવા ભારે પડ્યા છે.
સ્ટંટ કરતો વિડીયો વાયરલ
અમદાવાદમાં એક બાઇક ચાલકને ચાલુ બાઇક પર સ્ટંટ કરવું ભારે પડ્યું છે. એક નબીરા બાઇક ચાલકે બાઇક પુરપાટ ઝડપે દોડાવીને સ્ટંટ કર્યા હતા અને તેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. બાઇક સ્ટંટનો વિડીયો વાયરલ થતાં પોલીસના ધ્યાને આવ્યો હતો અને પોલીસે એક્શન લઈને બાઈકસવારની શોધખોળ હાથ ધરી હતી.
ટ્રાફિક પોલીસે કરી ધરપકડ
ત્યારે, પોલીસે સક્રિય કામગીરી કરીને બાઈક પર સ્ટંટ કરનાર આ નબીરાને ઝડપી પાડ્યો છે. અમદાવાદ ટ્રાફિક પોલીસે સ્ટંટ બાજ નબીરાની ધરપકડ કરીને કાયદાના પાઠ ભણાવ્યા છે. સ્ટંટ બાજ બાઇક સવારની ઓળખ મોહમદ તનવીર તરીકે થઈ છે. વધુમાં જાણવા મળ્યું છે કે આ નબીરાએ એક બે નહિ પરંતુ સ્ટંટ કર્યાના પૂરા સાત-સાત વિડીયો વાયરલ કર્યા હતા. જોકે, હવે પોલીસે આ શખ્સને ઝડપી પાડીને કાર્યદેસર કાર્યવાહી કરતાં આ શખ્સ હવે સ્ટંટબાજી કરવાનું સપને પણ નહીં વિચારે.


