- નારોલમાં યુવાને ધમકી આપીને યુવતી સાથે આચર્યુ દુષ્કર્મ
- સરખેજમાં ડરાવીને અને ધમકાવીને સગીરા સાથે આચર્યુ દુષ્કર્મ
- આવા નરાધમોને કડકમાં કડક સજા આપવી જરૂરી બન્યું છે
ગુજરાતના આર્થિક પાટનગર અમદાવાદમાં જાણે બાળકીઓ સલામત જ ન હોય તેમ એક બાદ એક છેડતી અને દુષ્કર્મની ફરિયાદો પોલીસ ચોપડે નોંધાઈ રહી છે. નારોલમાં બનેલી ઘટનાને હજી તો 24 કલાક થયા ત્યાં સરખેજમાં પણ એક સગીરા હવશનો શિકાર બની અને તે પણ પોતાના પાડોશી યુવક દ્રારા જ,જે અંગે સરખેજ પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.
દુષ્કર્મ આચર્યુ ધમકી આપીને
સરખેજ પોલીસની કસ્ટડીમાં રહેલા આરોપીનુ નામ વિપુલ વાઘેલા છે. જેણે 16 વર્ષની સગીરા સાથે ધમકી આપી દુષ્કર્મ કર્યાની ફરિયાદ નોંધાઈ હતી.સગીરા તેના પરિવારથી થોડા દુર સુતી હતી તે સયમે સગીરાની એકલતાનો લાભ લઈ તેને ધમકાવી તેની સાથે દુષ્કર્મ આચર્યુ હતું જે અંગે પરીવારને વાત ઘ્યાને આવતા મોડી રાતે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી.જે અંગે સરખેજ પોલીસે કાર્યવાહી કરતા આરોપી વિપુલની ધરપકડ કરવામાં આવી છે.
આરોપી છૂટક મજૂરી કરતો હતો
દુષ્કર્મ અને પોક્સોના ગુનામાં ઝડપાયેલા વિપુલની પૂછપરછ કરતા સામે આવ્યું કે આરોપી વિપુલ મુળ ધોળકાના કાવિઠા ગામનો વતની છે,. છેલ્લા કેટલાક સમયથી તે અમદાવાદમાં અલગ અલગ કન્સ્ટ્રક્શન સાઈટ પર છૂટક મજુરી કરે છે. અને ખુલ્લી જગ્યામાં રાતે રોકાઈ જાય છે. ગઈકાલે રાતે પણ ભોગ બનનાર સગીરા અને તેનો પરિવાર ખુલ્લામા સુતો હતો ત્યાં જ તે રોકાઈ ગયો અને મોડી રાતે સગીરા સાથે દુષ્કર્મ ગુજાર્યું.
પૂછપરછમાં થયા ખુલાસા
આરોપીની પુછપરછ કરતા સામે આવ્યું કે,તેની પત્ની ગર્ભવતી છે. અને પત્ની છેલ્લા કેટલાક દિવસથી તેની સાથે ન હોવાથી આ કૃત્ય કર્યુ છે. જે અંગે પોલીસે આરોપી અને ભોગ બનનાર ના મેડિકલ પરિક્ષણ કરાવી પુરાવા મેળવી આરોપી વિરુધ્ધ કાયદેસરના પગલા લીધા છે. મહત્વનું છે કે છેલ્લા એક મહિનામા 5 જેટલી છેડતી અને દુષ્કર્મની ફરિયાદો સામે આવી છે. જે વાત સ્પષ્ટ કરે છે કે, શહેરમાં બાળકીઓ અને સગીરા સુરક્ષિત નથી.


