- અમિત શાહ મતદાન પહેલા કામેશ્વર મહાદેવના કરશે દર્શન
- અમિત શાહ સહપરિવાર સાથે નારણપુરામાં કરશે મતદાન
- હેરિટેજ થીમ પર નારણપુરા મતદાન મથક તૈયાર કરાશે
નારણપુરામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મતદાન કરશે. જેમાં નારણપુરા મતદાન મથક પર તૈયારીઓ પૂર્ણ થઇ છે. તેમાં અમિત શાહ મતદાન પહેલા કામેશ્વર મહાદેવના દર્શન કરશે. જેમાં અમિત શાહ સહપરિવાર સાથે નારણપુરામાં મતદાન કરશે. હેરિટેજ થીમ પર નારણપુરા મતદાન મથક તૈયાર કરાશે.
હેલ્થ ટીમ, પાણી, વ્હિલચેર સહિતની વ્યવસ્થા કરવામાં આવી
નારણપુરા મતદાન મથક પર હેલ્થ ટીમ, પાણી, વ્હિલચેર સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે. ગુજરાતમાં આગામી તા. 7 મે ના રોજ લોકસભાનાં ત્રીજા તબક્કાનું મતદાન યોજાવાનું છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા. 7 મે ના રોજ લોકસભાનાં ત્રીજા તબક્કાનું મતદાન કરવા માટે ગુજરાત આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાણીપની નિશાન સ્કૂલમાં મતદાન કરશે. વડાપ્રધાન મોદી સવારે 8.30 કલાકે મતદાન કરશે.
સવારે 11 વાગ્યા પહેલા તમામ મોટા નેતાઓ મતદાન કરશે
કેન્દ્રીય ગૃહમંત્રી નારણપુરામાં મતદાન કરશે. અમિત શાહ નારણપુરાની શાળામાં સવારે 9.30 વાગ્યે મતદાન કરશે. ઉત્તર પ્રદેશનાં રાજ્યપાલ આનંદીબેન પટેલ પણ મતદાન માટે ગુજરાત આવશે. આનંદીબેન પટેલ શીલજમાં સવારે 10 વાગ્યે મતદાન કરશે. સવારે 11 વાગ્યા પહેલા તમામ મોટા નેતાઓ મતદાન કરશે.


