અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં ધ્વસ્ત થયેલું એર ઈન્ડિયાનું પ્લેન બોઈંગ કંપનીનું હતું. એન્જીનમાં ખામી હોવાને કારણે આ દુર્ઘટના ઘટી હતી, પરંતું દુનિયાના કોઈ પણ દેશ પાસે હવાઈ ઉડ્ડયન માટે આ બે જ વિકલ્પો છે. BOEING અને AIR BUS.
હવાઈ ઉડ્ડયન આ બે કંપની પર જ કેમ આધારિત છે?
- દુનિયાનું 99% એરક્રાફ્ટ માર્કેટ અમેરિકાની Boeing અને યુરોપની Airbus કંપની પર આધારિત છે.
- એર ઈન્ડિયાથી લઈને ઈન્ડિગો સુધી કોઈ પાસે આ બે કંપની સિવાય ત્રીજો ઓપ્શન નથી.
- તેમની આ મોનોપોલી વૈશ્વિક છે.
આ કંપનીને કોઈ ટક્કર કેમ આપી શકતું નથી?
આ કંપનીને ટક્કર આપવા માટેની જરુરિયાત
- 10 થી 20 બિલિયન ડોલરનું ઈન્વેસ્ટમેન્ટ
- 10 વર્ષ કરતા વધારે R&D અને પરિક્ષણો
- ગ્લોબલ સેફ્ટી સર્ટિફિકેટ
- વૈશ્વિક લેવલની ઈકો સિસ્ટમ
હરીફોને ટક્કર આપવાની કળા
દુનિયાની મોટી એરક્રાફ્ટ કંપનીઓ હસ્તગત કરી.
bombardier c series- Airbus દ્વારા હસ્તગત
EMBRAER- Boeing હસ્તગત
mcdonnell douglas- Boeing હસ્તગત
કંપનીઓનું એરલાઈન્સ સાથે જોડાણ
Southwest- Boeing સાથે જોડાણ
indigo-Airbus સાથે જોડાણ
Ryanair- Boeing સાથે જોડાણ
કંપનીઓની પ્રાઈઝ
A320neo – 900 કરોડ
A 737 MAX – 1000 કરોડ
આ કંપનીના ડિસ્કાઉન્ટ પછીના ભાવ છે.
આ કંપની સિવાય અન્ય કોઈ કંપની ડિસ્કાઉન્ટ્સ આપતી નથી.
ઈનોવેશન અને આત્મસંતોષ
- THE Boeing 737 1967માં લોન્ચ થયું.
- આજે પણ Boeing 737 60 વર્ષ જુની ડિઝાઈન પર કામ કરે છે.
- A 320 1980માં લોન્ચ કરવામાં આવ્યું.
- આ બંને કંપનીઓ રિઈન્વેન્શન કરતા અપગ્રેડેશનને વધુ પસંદ કરે છે.
- તે સસ્તી, સુરક્ષિત અને નફાકારક છે.
સરકાર દ્વારા ચાલતી કંપનીઓ
Boeing અમેરિકન ગવર્મેન્ટ દ્વારા ચાલતી કંપની છે.
Airbusને યુરોપિયન ગવર્મેન્ટનો સપોર્ટ મળે છે.
આ બંને ફક્ત કંપનીઓ નથી તે પોતાના દેશને રિપ્રેઝન્ટ કરે છે.
એરક્રાફ્ટ ડીલ
જુલાઈ 2023માં indigo એ વિશ્વનો સૌથી મોટો 50 અબજ ડોલરથી વધુનો એરક્રાફ્ટ ઓર્ડર આપ્યો હતો.
આ ઓર્ડર કેમ મહત્વનો છે?
Indigo લાંબા સમયથી એરબસને વફાદાર રહ્યું છે.
આ ઓર્ડરને કારણે ભારત અને ફ્રાન્સના ઔદ્યોગિક સબંધો મજબૂત બન્યા.
ફ્રાન્સના પ્રેસિડન્ટ મેક્રોને Airbus ને ‘સ્ટ્રેટેજીક પાર્ટનર’ તરીકે પ્રમોટ કર્યું હતું.
એરલાઈન્સ અને કંપની
અમેરિકન એરલાઈન્સે 2011માં તેમની બોઈંગ ઓન્લીની મોનોપોલી તોડીને વધારે સારી રીતે ડીલ કરવા માટે એરબસને ઓર્ડર આપ્યો હતો.
Boeing અને Airbusની સ્પર્ધામાં એરલાઈન્સ ડિસ્કાઉન્ટ્સ, સેફ્ટી અને જલ્દી ડિલિવરી માંગે છે.
સપ્લાયમાં અડચણો
જો એરલાઈન્સ તેમની પાસે વધારે પ્લેન માંગશે તો તેઓ સપ્લાય કરી શકશે નહીં, કારણકે
Airbus 2020 સુધીમાં વેંચાઈ જશે
Boeingનું પ્રોડક્શન ઓછુ થઈ જશે.
જ્યારે ફક્ત બે જ સપ્લાયર્સ હોય છે ત્યારે વૈશ્વિક ઉત્પાદન પણ ઘટી જાય છે.
ટિકીટ સાથે સબંધ
ઈંઘણ સાથે વિમાનના ભાવ પણ ટિકીટ પર અસર કરે છે.
જો પ્લેનના ભાવ વધશે તો ટિકીટના ભાવ પણ વધશે.
જો પ્લેનના ભાવ ઘટશે તો ટિકીટના ભાવ પણ ઘટશે.
.
એરલાઈન્સો કસ્ટમર છે.
પેસેન્જર્સની સુવિધાઓ વૈકલ્પિક છે. એરલાઈન્સ ઈંઘણની બચત, સિટ કેપેસિટી અને ટર્નઅરાઉન્ડ ટાઈમ્સ પર ફોકસ કરે છે.
Boeing અને Airbus પ્લેનમાં પગvr જગ્યા, બારીઓ અને સાઉન્ડ પર નહીં પણ તેના માપદંડો પ્રમાણે ચાલે છે.
મોનોપોલીને કારણે આ કંપનીઓનું ભવિષ્ય ધીમુ પડી રહ્યું છે
લોકો હાલ ઈલેકટ્રિક પ્લેન અને હાઈડ્રોજન પ્લેનની ડિમાન્ડ કરી રહ્યા છે. પણ આ બંને કંપનીઓ પોતાની જૂની મોનોપોલીને કારણે પ્રગતિ કરી રહી નથી. તેઓ કોઈ નવું ઈનોવેશન ઈચ્છતા નથી. જેના કારણે કંપનીની પ્રગતિમાં પણ ઘટાડો થયો છે.
આ કંપનીઓ હરીફાઈમાં છે
ચાઈનાની COMAC, અમેરિકાની BOOM અને રશિયાની UAC કંપનીઓ આ ક્ષેત્રમાં પ્રવેશવાના પ્રયત્નો કરી રહી છે. પરંતું, પ્રમાણ અને વિશ્વાસનિયતા જેવા કેટલાક માપદંડોને કારણે તેઓ પ્રવેશી શકતા નથી. ત્યાં સુધી પેસેન્જર્સ , એરલાઈન્સ અને ગવર્મેન્ટ પણ કંઈ કરી શકશે નહીં.
આ બે કંપનીઓ સિવાય વિકલ્પ નથી.
આપણે આ ફ્લાઈટમાં ઉડવાનું છે અને આ દુનિયામાં જીવવાનું છે. BOEING અને AIRBUS દ્વારા આપણે ફક્ત ઉડી નથી રહ્યા પણ તેની શરણાગતિ પણ સ્વીકારી રહ્યા છીએ.
REST IN PEACE
અમદાવાદ પ્લેન અકસ્માતમાં મૃત્યુ પામેલા તમામ જીવોની આત્માને શાંતિ મલે તે માટેની પ્રાથના