- પીઆઈ ખાચર મુદ્દે આજે HCમાં 100 પેજનો તપાસ અહેવાલ રજૂ કરશે
- અત્યાર સુધી ક્યાં છુપાયા હતા, કોણે આશરો આપ્યો હતો તે તમામ બાબતો પર પડદો?
- એફએસએલમાં ત્રણ દિવસની રજાને કારણે લેપટોપ, મોબાઇલ સહિતની ચીજવસ્તુઓ મંગળવારે જમા કરાવશે
અમદાવાદના ક્રાઇમ બ્રાન્ચના કેમ્પસમાં મહિલા તબિબના આપઘાત મામલે ઇ ડિવિઝન એસીપીએ પીઆઇ ખાચરની 3 દિવસમાં 36 કલાક સુધી પૂછપરછ કરીને નિવેદન નોંધ્યુ છે પણ મહત્વના પુરાવા એવા પીઆઈના લેપટોપ, મોબાઈલ સહિતની વસ્તુઓ મંગળવારે એફએસએલમાં પોલીસ મોકલશે.
આમ ક્રાઈમ બ્રાંચ પીઆઈ ખાચર સામે જાણી જોઈને 104 દિવસ પસાર કરીને ધીમી ગતિએ કામ કરી રહી હોવાનુ ફલિત થઈ રહ્યું છે. એફએસએલમાં ત્રણ દિવસની રજાને કારણે લેપટોપ, મોબાઇલ સહિતની ચીજવસ્તુઓ મંગળવારે પોલીસની ટીમ જમા કરાવશે. નાની-નાની ચોર ટોળકીના ઝડપાવાના કેસમાં પ્રેસ કોન્ફરન્સ કરતી ક્રાઈમ બ્રાંચે પીઆઈ ખાચર મુદ્દે 104 દિવસ બાદ પણ શું પુછપરછ થઈ, અત્યાર સુધી ખાચર કયાં કયા છુપાયા હતા, કોને આશરો આપ્યો હતો તે તમામ બાબતો પર જાણી જોઈને પરદો પાડી રહી છે હવે ગુજરાત હાઈકોર્ટની ફટકાર બાદ ક્રાઈમ બ્રાંચ એસીપી તા. 18 જૂનને મંગળવારે કોર્ટમાં આપઘાત કેસની તપાસનો અહેવાલ રજૂ કરશે. નવા વાડજમાં ખાનગી હોસ્પિટલના તબિબ સાથે EOWના પીઆઇ બી.કે.ખાચરે પ્રેમસંબંધ રાખીને ઇમોશનલ ગેમ રમીને સંબંધો તોડી નાંખતા હતા.
જેના પગલે મહિલા તબીબે ક્રાઇમ બ્રાન્ચ કેમ્પસમાં જ ઇન્જેક્શન મારીને આપઘાત કર્યો હતો. જે બાદ પીઆઇ ખાચર રજા પર ઉતરીને ભૂર્ગભમાં જતા રહ્યા હતા. મૃતકની બહેને ગાયકવાડ હવેલીમાં દુષ્પ્રેરણાની પીઆઇ ખાચર વિરૂદ્ધમાં ફરિયાદ નોંધાવી હતી. પરંતુ આરોપી જ પોલીસ અધિકારી અને તપાસ અધિકારી પણ પોલીસ હોવાથી ભિનું સંકેલવાનો પ્રયાસ કરી રહ્યા હતા. પીઆઇ ખાચરે સેસન્સમાં નિષ્ફળતા મળતા હાઇકોર્ટમાં આગોતરા અરજી કરી હતી.


