- રોહિત શર્માએ સરફરાઝ ખાનને આપ્યો મીઠો ઠપકો
- રોહિતે સરફરાઝને કહ્યું કે હેલ્મેટ વગર ફિલ્ડિંગ ન કરો
- સરફરાઝ હેલ્મેટ વગર શોર્ટમાં ફિલ્ડિંગ કરી રહ્યો હતો
જ્યારે ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા મેદાન પર હોય છે ત્યારે કંઈક ને કંઈક એવું સાંભળવા મળે છે જેનાથી બધા હસવા લાગે છે. રાંચી ટેસ્ટ મેચના ત્રીજા દિવસના છેલ્લા સેશનમાં પણ કંઈક આવું જ જોવા મળ્યું હતું. રોહિતે ફરી એકવાર આવું જ કંઈક કર્યું છે.
ઈંગ્લેન્ડની ટીમની છેલ્લી વિકેટ બાકી હતી અને સરફરાઝ ખાન બેટ્સમેન બશીરની નજીક શોર્ટમાં ફિલ્ડિંગ કરી રહ્યો હતો, આ દરમિયાન તેણે માથા પર હેલ્મેટ પહેર્યું ન હતું. આ જોઈને રોહિત શર્માએ તરત જ સરફરાઝ ખાનને મીઠો ઠપકો આપ્યો હતો.
રોહિતે સરફરાઝને આપ્યો મીઠો ઠપકો
રોહિત શર્માએ પોતાની મુંબઈ સ્ટાઈલમાં કહ્યું કે અરે ભાઈ અહિંયા હીરો બનવાની જરૂર નથી. રોહિતે સરફરાઝને કહ્યું કે હેલ્મેટ વગર ફિલ્ડિંગ ન કરો. બોલ વાગવાથી માથામાં ઈજા થઈ શકે છે. તેણે સરફરાઝને હેલ્મેટ વિના ફિલ્ડિંગ કરતા રોક્યો હતો.રોહિત શર્મા અને સરફરાઝ વચ્ચેની આ વાતચીત સ્ટમ્પ માઈક પર સ્પષ્ટ રીતે સંભળાઈ હતી. અમદાવાદ પોલીસે આ વીડિયો પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર શેર કર્યો છે. આ વીડિયો દ્વારા અમદાવાદ પોલીસે લોકોને હેલ્મેટ પહેરવાની સલાહ આપી છે. અમદાવાદ પોલીસે આ વીડિયોના કેપ્શનમાં લખ્યું કે, એ…ભાઈ…ટુ વ્હિલર પર હીરો નહીં બનવાનું , હેલ્મેટ અવશ્ય પહેરવું.
મેચની સ્થિતિ
ત્રીજા દિવસની રમતમાં ઈંગ્લેન્ડની ટીમ તેની છેલ્લી ઈનિંગમાં 145 રનના કુલ સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતીય ટીમને જીતવા માટે 192 રનનો ટાર્ગેટ મળ્યો હતો. દિવસની રમતના અંત સુધીમાં ટીમ ઈન્ડિયાએ કોઈ પણ નુકશાન વિના 40 રન બનાવી લીધા હતા.


