અમદાવાદના વાસણા વિસ્તારમાં પાન પાર્લર ચલાવતા યુવક અંકિત સોલંકી આપધાત કેસમાં વાસણા પોલીસે દુષ્પ્રેરણાનો કેસ નોંધી કાર્યવાહી શરૂ કરી છે. આ મામલે નીલ ઠાકર સહિત છ લોકોને આરોપી તરીકે ઉલ્લેખવામાં આવ્યો છે.
અંકિત સોલંકીને માનસિક ત્રાસ આપવામાં આવ્યો હોવાનો આરોપ
ફરિયાદમાં કરાયેલા આરોપ મુજબ રાજ સુખવાસીયા, માનવ ઠક્કર, મિહિર દેસાઈ, ઉમંગ દેસાઈ, તીર્થ પ્રધાન અને નીલ ઠાકર દ્વારા ગુજ્જુ ભાઈ પાન પેલેસના માલિક અંકિત સોલંકીને માનસિક ત્રાસ આપવામાં આવ્યો હતો. અગાઉ દારૂના કેસમાં પકડાયેલા હતા અને પછીથી અંકિતને હેરાન કરવાની શરૂઆત કરી હતી.
મૃત્યુ પામેલા અંકિતને વિડિયો બતાવી બદનામ કરવાની ધમકી આપી
આરોપ પ્રમાણે નીલ ઠાકરે મૃત્યુ પામેલા અંકિતને વિડિયો બતાવી બદનામ કરવાની ધમકી આપી હતી. સતત માનસિક હેરાનગીથી કંટાળીને અંકિતે વોટ્સએપમાં સુસાઈડ નોટ લખી આપધાત કર્યો હતો,.
સુસાઈડ નોટમાં ન્યાયની માંગ કરી
મૃતકે પોતાની સુસાઈડ નોટમાં ન્યાયની માંગ કરી હતી અને વિનંતી કરી હતી કે શરમ ભરી કેસ દબાવી ન દેવામાં આવે. આ મામલે વાસણા પોલીસે ગુનો નોંધ્યો છે અને આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે.


